અંતે રાપર તાલુકાની નર્મદા યોજનાની પેટા કેનાલમાં પાણી છોડાતા ખુશી

August 22, 2018 at 9:09 pm


છેલ્લા કેટલાક સમયથી રાપર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કચ્છ કેનાલમાંથી ગાગાેદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે અવારનવાર રજુઆતાે કરવામાં આવી હતી જેમાં માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રિંસહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગાેર, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદિપિંસહ જાડેજા, રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હમીરજી સાેઢા સહિતના પદાધિકારીઆેએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સમક્ષ રજુઆત કરી હતી કે છેલ્લા બે દિવસથી ગાગાેદર, આડેસર સહિતના ગામોના સરપંચો અને લોકો નર્મદા કેનાલ પર ફતેહગઢ પાસે ધરણાં કરી રહ્યાા છે. ત્યારે આ બાબતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા નર્મદા નિગમના અધિકારીઆે સાથે પરામર્શ કરીને કેનાલમાં કેટલું પાણી છે તે અંગે તપાસ કરીને તાત્કાલીક અસરથી આ પેટા કેનાલમાં પાણી છોડવામાં આવે એટલે આજે બપાેરે ત્રણ વાગ્યા બાદ આ પેટા કેનાલમાં પાણી છોડાયું હતું અને આ વિસ્તારના આડેસર, ગાગાેદર, પલાંસવા, કાનમેર સહિતના ચાલીસથી વધુ ગામોના લોકોને અને પશુધનને પીવાનું પાણી મળી રહેશે અને આ બાબતે ધરણાં સ્થળ પર ભાજપના પદાધિકારીઆે દોડી આવ્યા હતા અને ધરણાં કરતાં લોકોને જણાવ્યું હતું કે, હમણા કેનાલમાં પાણી છોડાશે. અને પાણી છોડવામાં આવતાં લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

print

Comments

comments

VOTING POLL