અંતે વડાપ્રધાને મૌન તોડયું

April 14, 2018 at 4:47 pm


સુસંસ્કૃત સમાજમાં મહિલાઆે અને બાળકો પરના બળાત્કાર અને હત્યા જેવી ઘટનાને ચાલવા ન દેવાય અને દેશમાં આવા ગુના કરનારાઆેને નહિ છોડાય. આપણી દીકરીઆેને જરુર ન્યાય મળશે. તેમ કહી વડા પ્રધાને અંતે મૌન તોડ્યું છે.

કઠુઆ બળાત્કાર બનાવ અંગે દિલ્હીની હાઈ કોર્ટે મીડિયાને પણ બરાબર ઠપકારી છે, અને અનેક મીડિયા હાઉસની તેમણે ઝાટકણી કાઢી છે. આઠ વર્ષની છોકરીની તસવીર અખબારમાં છપાઈ, તેની આેળખ છતી કરી દેવામાં આવી એ સામે હાઈ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે. મીડિયાએ અહેવાલોની રજૂઆત કરતી વખતે સંયમ જાળવવો જરુરી છે. આ કેસમાં ભોગ બનનારી વ્યિક્તની આેળખ આપીને મીડિયાએ સાવ ખોટું પગલું ભર્યું છે એમ જણાવાયું છે.

ભૂતકાળમાં પણ આવા અનેક ચકચારી કેસ થયા છે. તેમાં દિલ્હીનો નિર્ભયા કાંડ, મુંબઈના શિક્ત મિલનો ગેંગરેપ, ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે દલિત બહેનો પરનો સામૂહિક બળાત્કાર, એક આંતરરાષ્ટ્રીય શાળામાં છ વર્ષની બાળકી પર ગુજારાયેલો બળાત્કાર, દિલ્હીમાં ખાનગી ટેક્સીમાં મહિલા પર થયેલો બળાત્કાર. આવા કિસ્સા બને ત્યારે થોડો સમય ઊહાપોહ થાય છે અને ફરી બધું શાંત પડી જાય છે. જો કે, આ વખતે એક-સાથે બે બળાત્કારની ઘટના બહાર આવી છે અને મોદીને નિશાન બનાવવા માટે વિપક્ષો મથી રહ્યા છે.

આ વખતે બંને કેસમાં શાસક ભાજપના નેતાઆે સંડોવાયા છે. એકમાં તો ભાજપના વિધાનસભ્ય જ દોષિત છે અને બીજામાં બળાત્કારીઆેને બચાવવા ભાજપના પ્રધાનો મેદાનમાં ઉતર્યા છે, તેનાં કારણે ભાજપની આબરુ ઝંખવાઈ છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *