અંબાણીએ ફરી પત્ર લખી રાહુલ ગાંધીને રાફેલ ડીલના એકેએક આરોપનો આપ્યો જવાબ

August 21, 2018 at 11:17 am


કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલની બાબતમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પીએમ મોદી અને તેમની સરકારને ઘેરવાની કોશિશ કરતાં રહ્યાં છે. તેમને આ સોદાથી અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડો રુપિયાનો ફાયદો પહાેંચાડéાનો પણ આરોપ મૂકયો છે. પરંતુ અનિલ અંબાણીએ હવે રાહુલને બીજો પત્ર લખીને એ દાવો કર્યો છે કે કેટલાંક નિહિત સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ હરિફોએ કાેંગ્રેસને ખોટી માહિતી આપી છે તથા ભ્રમિત કયા¯ છે.
ગયા સપ્તાહે રાહુલ ગાંધીને મોકલેલા પત્રમાં અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપ ()ના ચેરમેન અનિલ અંબાણીએ રાહુલ ગાંધી દ્વારા લગાવામાં આવેલા એકે-એક આરોપોનો જવાબ આપ્યો છે. લેટરમાં અનિલ અંબાણીએ પોતાની અને કંપની ઉપર કરાયેલા પ્રહારો પર ઉંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
અનિલ અંબાણીએ બીજા પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું કે તમામ આરોપો નિરાધાર, ખોટી માહિતીના આધાર પર અને દુભાર્ગ્યપૂર્ણ છે. રાફેલ લડાકુ વિમાનનું નિમાર્ણ રિલાયન્સ કે દસો રિલાયન્સના સંયુક્ત સાહસ દ્વારા કરાયું નથી. તમામ 36 વિમાનોનું 100 ટકા નિમાર્ણ ફ્રાન્સમાં જ કરાશે અને ફ્રાન્સથી ભારતને નિકાસ કરાશે. અમારી ભૂમિકા આેફસેટ નિકાસ અને બીજી નિકાસ જવાબદારી સુધી સીમિત છે. તેમાં અને જેવી જાહેરક્ષેત્રની કંપનીઆે સિવાય 100થી વધુ એમએસએમઇ સામેલ થશે. આનાથી ભારતની વિનિમાર્ણ ક્ષમતા મજબૂત થશે અને આ ખુદ 2005થી યુપીએ સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલ આેફસેટ નીતિઆેની અનુરુપ જ છે. ભારત સરકાર સાથે અમારો કોઇ કોન્ટ્રાક્ટ નથી. અસલમાં કેટલાંક નિહિત સ્વાર્થી તત્વો દ્વારા ફેલાવામાં આવેલ મનઘડત પરિકલ્પના છે.
ઉલ્લેખનીય છે કે આની પહેલાં અનિલ અંબાણીએ 12 ડિસેમ્બર, 2017ના રોજ રાહુલ ગાંધીને પહેલો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે તર્ક આપ્યો હતો કે રિલાયન્સ ગ્રૂપને આ સોદો એટલા માટે મળ્યો કારણ કે તેમની પાસે ડિફેન્સ શિપ બનાવાનો અનુભવ હતો. રાહુલ ગાંધીએ આરોપ મૂકયો હતો કે એડીએજી ગ્રૂપને લડાકુ વિમાન બનાવાનો કોઇ અનુભવ ન હોવા છતાંય તેમને 45000 કરોડ રુપિયાનો ફાયદો પહાેંચાડéાે છે.

print

Comments

comments

VOTING POLL