અખિલેશને એરપાેર્ટ ઉપર રોકી દેવાતા ભારે હોબાળો

February 12, 2019 at 7:34 pm


ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને અલ્હાબાદ યુનિવર્સિટી જતા પહેલા લખનાૈ વિમાની મથકે રોકી લેવામાં આવ્યા બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહ છે. અખિલેશ વિમાનથી પ્રયાગરાજ જવા માટે અમોસી એરપાેર્ટ પર પહાેંચ્યા હતા પરંતુ વહીવટીતંત્રએ તેમને આગળ વધવાની મંજુરી આપી ન હતી. ત્યારબાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનાે દોર શરૂ થઇ ગયો છે. સમાજવાદી પાટીૅ અને બહુજન સમાજ પાટીૅના લોકોએ આની સામે આક્ષેપાે કર્યા છે. અખિલેશ યાદવને રોકવામાં આવતા પાટીૅના લોકોએ જોરદાર દેખાવો કર્યા હતા. અખિલેશને રોકવામાં આવતા પાેલીસ, વહીવટીતંત્ર અને તેમની વચ્ચે ઉગ્ર બાેલાચાલી થઇ હતી. અખિલેશ યાદવે મોડેથી ટિ્‌વટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. અખિલેશના ટિ્‌વટ બાદ લખનાૈ અને અલ્હાબાદમાં ધાંધલ ધમાલ થઇ હતી. સપાના ધારાસÇયો અને કાર્યકરોએ રાજભવન ઉપર ધરણા કર્યા હતા. અખિલેશના ટિ્‌વટ બાદ સપાના કાર્યકરો એરપાેર્ટ ઉપર પહાેંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતાે. સ્થિતિ વણસી ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ ંકે, પ્રયાગરાજમાં કોઇપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે હેતુસર અખિલેશને રોકવામાં આવ્યા હતા. અખિલેશને રોકવામાં આવતા અલ્હાબાદ યુનિવર્સિટીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. વિદ્યાથીૅ નેતાઆે વચ્ચે તંગદિલી વધતા પાેલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. અખિલેશે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, એક વિદ્યાથીૅ નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર ગભરાઈ ગઈ છે. અખિલેશને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અખિલેશે કહ્યું હતું કે તેમને લખનાૈ વિમાની મથકે પકડી લેવાયા હતા. તેમને જવાની મંજુરી મળી ન હતી. ટિ્‌વટર હેન્ડલથી પણ અખિલેશે ઘણા ટિ્‌વટ કર્યા હતા. અખિલેશને અલ્હાબાદ જતા રોકવામાં આવ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામગાેપાલ યાદવે હોબાળો મચાવ્યો હતાે અને આના માટે યોગીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અખિલેશ પાસે અલ્હાબાદ જવાની મંજુરી હતી પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા. બીજી બાજુ ધાંધલ ધમાલનાે દોર આને લઇને શરૂ થઇ ગયો હતાે. યોગી સરકારના આરોગ્યમંત્રી સિદ્ધાર્થનાથ િંસહે કહ્યું હતું કે, ચૂંટણી આવતાની સાથે જ વિપક્ષની અંદર લોકપ્રિયતા મેળવવા માટેની લડાઈ શરૂ થઇ જાય છે. નાયડુ કદી દિલ્હીમાં ધરણા કરે છે. રાહુલ ગાંધી એક જ ટેપ વારંવાર વગાડી રહ્યાા છે. હવે અખિલેશ પણ હોબાળો કરી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL