અડવાણામાં મતદાન મથક પાસે રિવોલ્વર રાખી મતદારો ઉપર પ્રભાવ પાડતો શખ્સ ઝબ્બે
February 5, 2018 at 1:24 pm
પોરબંદર જીલ્લામાં રવિવારે શાંતિપૂર્ણ રીતે ગ્રામપંચાયતની ચુંટણી યોજાઇ હતી પરંતુ કાેંગી આગેવાનનો પુત્ર અડવાણા ગામે મતદાન મથક પાસે રિવોલ્વર રાખીને મતદારો ઉપર પ્રભાવ પાડતો હોવાનો પોલીસે ગુન્હો નાેંધતા ભારે ચકચાર જાગી છે.બનાવની વિગત એવી છે કે, ગ્રામપંચાયતની રવિવારે ચુંટણી યોજાઇ ત્યારે અડવાણા ગામે કુમાર અને કન્યાશાળાની સામે 100 મીટરના એરીયાની અંદર જાહેરમાં સંદીપ સામતભાઇ આેડેદરા નામનો શખ્સ પરવાનાવાળી રિવોલ્વર કમરના ભાગે અર્ધખુંી રાખીને મતદારો ઉપર ખોટો પ્રભાવ પડે તે રીતે જાહેરમાં મળી આવતા બગવદરના પી.એસ.આઇ. આર.જી. ચાવડાગોરે તેની સામે હિથયાર લાયસન્સના નિયમનો ભંગ કર્યાનો ગુન્હો નાેંધીને ધરપકડ કરી છે.