અડવાણા નજીક હથીયાર સાથે આધેડની ધરપકડ

March 20, 2017 at 1:56 pm


પોરબંદરના અડવાણા નજીક હથીયાર સાથે આધેડની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદર એલ.સી.બી. ના પી.આઈ. ડી.વી. બસીયા તથા એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, દરમિયાન બગવદર પોલીસસ્ટેશન વિસ્તારના અડવાણા ગામે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે રાણા પરબત રૂડાચ ગઢવી (રહે. ભાડથર, તા. ખંભાળીયા) ગેરકાયદેસર હથીયાર સાથે નીકળવાનો હતો. જેથી અડવાણા ઈન્ડીયન ઓઈલ પેટ્રોલપપં પાસે આવતા આ ઈસમ રાણા પરબત ગઢવી મળતા જે પોલીસને જોઈ આડાઅવળો થતા રોકી લીધેલ અને આ ઈસમની તલાશી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ નંગ–૧ કિં. રૂા. ૨૫,૦૦૦ તથા કારટીસ નંગ–૩ કિ. રૂા. ૩૦૦ મળી આવેલ. આ હથીયાર બાબતે પુછતા તેને આ હથીયાર એક વર્ષ પહેલા સામત પાલા મંગેરા (રહે. શેઢા ભાડથર, તા. ખંભાળીયા) પાસેથી લીધેલ હોવાનું જણાવેલ. બન્ને આરોપીઓ વિરૂદ્ધ હથીયારધારા કલમ–૨૫ (૧–બી) એ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL