અથડામણમાં સાત નક્સલી ઠાર : વિસ્ફોટક જપ્ત કરાયા

December 7, 2017 at 7:27 pm


છત્તીસગઢની સરહદ સાથે જોડાયેલા મહારા»ટ્રના ગઢચિરોલીમાં પાેલીસ અને નક્સલવાદીઆે વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સાત નક્સલવાદીઆે ફૂંકાઈ ગયા છે. ફૂંકાઇ ગયેલા નક્સલવાદીઆેની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનાે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અભિયાન માટે કેન્દ્રીય મંત્રી રાજનાથિંસહે સુરક્ષા જવાનાેની પ્રશંસા કરી છે. ગઢચિરોલીના એસપી અભિનવ દેશમુખે કહ્યું છે કે, પાેલીસને સૂચના મળી હતી. ઝીંકાનુર પાેલીસ ચોકી વિસ્તારમાં કલ્લેડ વન્ય વિસ્તારમાં નક્સલવાદીઆેની મોટી છાવણી આવેલી છે. આ બાબતને ધ્યાનમાં લઇને મોટુ આેપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાેલીસ અને સીઆરપીએફ દ્વારા મોટુ આેપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રાેલિંગ ઉપર નિકળેલી પાેલીસ ટીમ ઉપર નક્સલવાદીઆેએ અંધાધૂંધ ગાેળીબાર કયોૅ હતાે. જવાબી કાર્યવાહી કરવામાં આવતા સુરક્ષા દળો અને નક્સલવાદીઆે વચ્ચે સામ સામે અથડામણ થઇ હતી. આ કાર્યવાહીમાં સાત નક્સલવાદીઆે માર્યા ગયા હતા. એસપીએ કહ્યું છે કે, નક્સલવાદીઆેના મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી અનેક ઘાતક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઆેની આેળખ કરી લેવામાં આવી છે. માર્યા ગયેલાઆેમાં કેટલાક નક્સલવાદીઆે ઉપર જંગી ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીયમંત્રી રાજનાથિંસહે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ફોન કરીને નક્સલવાદ વિરોધી આ અભિયાન માટે અભિનંદન આÃયા છે. મુખ્યમંત્રી આેફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય મંત્રી રાજનાથિંસહે નક્સલવાદ વિરોધી ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા અભિયાનની પ્રશંસા કરી છે.

print

Comments

comments

VOTING POLL