અદાલતમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ચીફ જસ્ટિસ દ્રારા અભિનંદન

February 5, 2018 at 4:33 pm


રાજ્યની અદાલતોમાં છેલ્લા પાંચ વર્ષમાં પેન્ડિગ કેસોની સંખ્યામાં નાેંધપાત્ર ઘટાડો કરવા બદલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડીએ જયુડિસરી આેફિસર્સ અને ધારાશાસ્ત્રીઆેની મહેનતને બિરદાવી છે.

ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડીએ જણાવ્યું છે કે, રાજ્યની અદાલતોમાં 2015-16માં 22,27,681 પેન્ડિગ કેસો પૈકી 2016-17માં ઘટીને 18,96,102 અને 2017-18માં 16,19,675 જેટલું નીચું પ્રમાણ આવી ગયું છે. એકંદરે અદાલતમાં જયુડિશિયરી આેફિસર્સ તેમજ કાનુન વિદોની ખરી દિશાના પ્રયત્નોને કારણે જ પેન્ડિ»ગ કેસોની સંખ્યામાં નાેંધ પાત્ર ઘટાડો કરવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે યાદ રહે કે, રાજ્યભરમાં લોક અદાલત મેગા લોક અદાલતો યોજવા ઉપરાંત કોમશિર્યલ કોર્ટ, ટ્રિબ્યુનલ જેવા અભિગમો મૂતિર્મંત થવાને કારણે પણ કેસોનો નિકાલ કરવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL