અદાલતે રાત્રે આરોપીની હંગામી જામીન મુકિત કરી

September 12, 2018 at 1:48 pm


જામનગરની જેલમાં રહેલા એક આરોપીના પિતાના અચાનક અવસાન બાદ તેણે પિતાનું મોઢું અંતિમવાર જોઇ લેવા અને અંતિમ વિધિ કરવા તાત્કાલિક જામીન અરજી મુકતા અદાલતે રાત્રે 11 વાગ્યે અરજી સાંભળીને મધરાતે આરોપીનો જામીન પર માનવતાના ધોરણે છુટકારો ફરમાવતાં આરોપી પિતાની અંતિમ વિધિમાં ભાગ લઇ શકયો હતો.

જામનગરમાં ખટારા ભાંગીને વેંચી નાખવાના પ્રકરણમાં સીટી બી ડીવિઝને જુલાઇ માસમાં અસ્લમ ઉર્ફે રમજાન અકબર હુશેન કુરેશીની ધરપકડ કર્યા બાદ તે જેલમાં ગયો હતો, દરમ્યાન ગત તા.7ની સાંજે તેના પિતા અકબરભાઇનું અવસાન થતાં ડીસ્ટ્રીકટ જજ સમક્ષ અંતિમ વિધિમાં ભાગ લેવા આરોપીને બે દિવસના જામીન આપવા આરોપીએ વકીલ મારફત અરજી કરતાં અદાલતે માનવીય વલણ દાખવી ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ ટી.વી. જોષીના નિવાસ સ્થાને રજીસ્ટ્રાર બોલાવીને સુનવણી રાત્રે 10.45 વાગ્યે કરી હતી અને આરોપી અસ્લમનો બે દિવસ માટે શરતી જામીન પર છૂટકારો ફરમાવ્યો હતો, જેની બજવણી કરી જેલમાંથી તેને અંતિમ qક્રયા માટે લઇ જવાયો હતો, આમ જામનગરની અદાલતી તવારીખમાઃ આવી જવ્વલે જ જોવા મળે તેવી ઘટના નાેંધાઇ હતી.

print

Comments

comments

VOTING POLL