અનામત મુદ્દે યુવાનો, મહિલાઆેમાં ઉગ્ર રોષઃ હાદિર્કને પારણા કરાવવા મારી પ્રાથમિકતાઃ નરેશ પટેલ

September 7, 2018 at 12:22 pm


ખોડલધામના નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાદિર્ક પટેલની મુલાકાત કરશે. હાદિર્કની મુલાકાત પહેલા નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે હાદિર્ક સાથે ચર્ચા કરશે. તેના મુદ્દા યોગ્ય લાગશે તો તેઆે સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરશે. ‘આજકાલ’ સાથેની વાતચીતમાં નરેશ પટેલે આજે કહ્યું હતું કે, હાદિર્ક અને અનામતના મુદ્દે યુવાનો અને મહિલાઆેમાં સરકાર સામે ભારે આક્રાેશ છે હું સમાજના પ્રતિનિધિ તરીકે હાદિર્ક પટેલ સાથે વાત કરવા અમદાવાદ જઈ રહ્યાે છું અને મારી પ્રાથમીકતા તેને પારણા કરાવવાની છે.

તેમણે કહ્યું હતું કે, હાદિર્કની તબિયત ખૂબ સારી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. 14 દિવસ થઈ ગયા હોવાથી સમાજને હાદિર્ક પટેલની તબિયતની ચિંતા છે. સમાજના વડીલો, યુવાનો અને આગેવાનોની એવી અપીલ છે કે હું હાદિર્ક પટેલ સાથે ચર્ચા કરું અને આનો સુખંદ આવે. સામાજિક અને રાજ્યના હિતમાં આ પ્રશ્નનું નિરાકરણ વાતચીતથી આવે એવો મારો પ્રયાસ રહેશે.

સૌ પ્રથમ અમદાવાદ ખોડલધામના ટ્રસ્ટી, કન્વીનરો, સ્વયંસેવકો સાથે મારી મુલાકાત રહેશે. બાદમાં અમે હાદિર્ક સાથે મુલાકાત કરીશું. હાદિર્ક સાથે વાતચીતમાં મારી પ્રાથમિકતા એવી રહેશે કે હાદિર્ક પારણા કરી લે. બાદમાં જે પણ મુદ્દા છે એની ચર્ચા પાસના મિત્રો સાથે કરી અને જો યોગ્ય વાત હશે તો હું સરકાર સુધી આ વાત પહાેંચાડીશ.

તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલ કે પાસના કોઈ મિત્રો સાથે મારી વાતચીત નથી થઈ. ખોડધાની લોકલ ટીમ ચાર્જ સંભાળીને આ પ્રqક્રયા ચલાવી રહી છે. અમદાવાદ ખોડલધામની ટીમ પાસના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, હાદિર્ક પટેલનો ખેડૂતોનો મુદ્દાે યોગ્ય છે. હાદિર્ક સાથે ચર્ચા વખતે યોગ્ય નિર્મય લઈશું કે કયા મુદ્દા લેવા જોઈએ અને કયા મુદ્દાને બાદ કરવા જોઈએ. ગુરુવારે હાદિર્ક અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવા માટે દીનેશ કુંભાણી ગૃહમંત્રીને મળ્યા હતા. જેમાં વાતચીત થઈ હતી કે જો કોઈ સકારાત્મક પરિણામ આવતું હોય તો નરેશ પટેલ હાદિર્કની મુલાકાત લઈને યોગ્ય ચર્ચા વિચારણા કરે. હું મારા સમાજને અપીલ કરું છું કે તમામ લોકો પ્રાર્થના કરે કે હાદિર્ક પારણા કરી લે. અનામત અંગે પહેલા પણ મારો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આર્થિક રીતે દરેક સમાજના નબળા વર્ગોને અનામત મળવું જોઈએ.

print

Comments

comments

VOTING POLL