અનિલ અંબાણીએ આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજરી આપવી પડશે

January 8, 2019 at 10:58 am


એિશ્રકસનને રૂા.550 કરોડનાં બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ જવા બદલ સુપ્રીમ કોર્ટે સોમવારે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીને કન્ટેમ્ટ નોટિસ પાઠવી હતી અને તેમને આગામી સુનાવણીમાંથી વ્યિક્તગત હાજરીમાંથી મુિક્ત આપવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે િસ્વડિશ ઈક્વિપમેન્ટ કંપની એરિકસને આરકોમ પાસેથી આંશિક ચુકવણી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

વરિષ્ઠ વકીલો કપીલ સિબલ અને મુકુલ રોહતગી દ્વારા આરકોમે કોર્ટને વિનંતી કરી હતી કે, આ કેસમાં અનિલ અંબાણીને પોતે હાજરી આપવામાંથી મુિક્ત આપવામાં આવે પરંતુ જસ્ટિસ આર એફ નરીમાન અને જસ્ટિસ વિનીત શરને તેમની વિનંતી ફગાવી દીધી હતી. અમે આવી છૂટ નહી આપીએ એમ જસ્ટિસ નરીમાને જણાવી દીધું હતું. આ સિવાય પણ આરકોમને વધુ એક ફટકો પડયો હતો. સુપ્રીમ કોર્ટે જયાં સુધી મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો સરકારના નિયમનું પાલન નહી કરે ત્યાં સુધી આરકોમને તેના સ્પેકટ્રમનું વેચાણ જિયોને કરવાની દરખાસ્તે મંજૂરી આપવાની ના પાડી હતી. સરકારી નિયમ મુજબ, વેચનાર (આ કેસમાં આરકોમ)ની ભૂતકાળની ઋણ ચૂકવવાની જવાબદારી ખરીદદાર (રિલાયન્સ જિયો)ની રહે છે. જિયોએ કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરકોમના ભૂતકાળના ઋણબોજ માટે જિયોને જવાબદાર ઠેરવી શકાય નહી અને આ મુદ્દે ડીઆેટી તરફથી ખાતરી મળવી જોઈએ, પરંતુ સરકારે આવી ખાતરી આપવાની ના પાડી હતી.

print

Comments

comments

VOTING POLL