અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવા સુપ્રીમનો આદેશ

January 10, 2019 at 10:56 am


એરિકસન ઈન્ડિયા દ્વારા થયેલા ડેફેમેશન કેસ અંતર્ગત રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીને જાતે જ કોર્ટમાં હાજર રહેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમની બેન્ચે પોતાના 7મી જાન્યુઆરીના હુકમમાં સુધારો કરીને સમન્સ પાઠવીને સૂચના આપી છે કે, હવે પછીની સુનાવણી વખતે અનિલે જાતે કોર્ટમાં હાજર રહેવું પડશે. આ પહેલાં અદાલતે અનિલ અંબાણીને કોર્ટમાં હાજરી આપવામાંથી મુિક્ત આપી હતી પરંતુ ત્યારબાદ પોતાના જ આ હુકમમાં ફેરફાર કર્યો છે.

ગત 7મી જાન્યુઆરીના રોજ સુનાવણી વખતે કોર્ટે અનિલ અંબાણીને એવી સૂચના આપી હતી કે, એરિકસના લેણા નીકળતા રૂા.550 કરોડ પૈકી 118 કરોડ અત્યારે ભરી દીધા. પરંતુ અરિકસનના વકીલે એવી માગણી કરી હતી કે, પુરેપુરી રકમ જ ભરપાઈ થવી જોઈએ તેની સામે આરકોમે કોર્ટને ખાતરી આપી હતી કે, કટકે કટક બધી રકમ ભરાઈ જશે. એરિકસને ફરીને એટલે કે, બીજીવાર સુપ્રીમ કોર્ટમાં જવું પડયું છે. તેનો આરોપ છે કે, આરકોમે ખાતરી આપી હતી છતાં પેમેન્ટ થતું નથી. હવે સુપ્રીમની બેન્ચે પોતાના જ હુકમમાં સુધારો કરીને અનિલ અંબાણીને હવે પછીની સુનાવણીમાં પોતે હાજર રહેવું પડશે તેવું સમન્સ પાઠવ્યું છે.

print

Comments

comments

VOTING POLL