અનેક ટ્રેનાેના પ્રવાસના સમયને ઘટાડી દેવાશે : ગાેયેલની ખાતરી

September 28, 2017 at 8:12 pm


રેલવે પ્રધાન પીયુષ ગાેયલે કહ્યાુ છે કે 600થી 700 ટ્રેનાેના પ્રવાસ સમયને ઘટાડી દેવામાં આવનાર છે. આના માટે ટ્રેનાેની ગતિને વધારી દેવાની તૈયારી ચાલી રહી છે. સાથે સાથે કેટલીક મેલ ગાડીઆેને સુપરફાસ્ટ કરી દેવામાં આવનાર છે. આના કારણે જ નવો સમયપત્રક પણ એક મહિના મોડેથી જારી કરવામાં આવનાર છે. હવે નવો સમયપત્રક પહેલી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. આ તમામ વાતાે રેલવે પ્રધાને ઇન્ડિયા મોબાઇલ કાેંગ્રેસમાં કરી છે. તેમણે કહ્યાુ છે કે નવા નિયમો હેઠળ કોઇ પણ આરપીએફ અથવા તાે ટીટીઅ વધીૅના કામ કરી શકશે નહી. સાથે સાથે ફ્યુઅલ ખર્ચ ઘટાડી દેવા માટે ઇલેક્ટ્રીફિકેશનના કામને ઝડપી કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યાા છે. રેલવે પ્રધાન દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. સેફ્ટીને મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ગણાવીને ગાેયલે કહ્યાુ હતુ કે સુરક્ષાને લઇને કોઇ બાંધછોડ કરવામાં આવનાર નથી. આના માટે બજેટની સમસ્યાને પણ આડે આવવા દેવામાં આવશે નહીં. સુરક્ષા માટે રેલવે ઇસરોની સાથે પણ હાથ મિલાવી શકે છે. સરકાર રેલવે સફરની સુરક્ષાને મજબૂત કરવા માટે અંતરિક્ષ ટેકનાેલોજીના ઉપયોગની શક્યતાને ચકાશશે. તેમણે કહ્યું હતું કે, આ સંબંધમાં દેશના મુખ્ય સંગઠન ઇસરો સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. તેઆેએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસરોના ચેરમેન એએસ કિરણકુમાર સાથે હાલમાં થયેલી બેઠકનાે ઉલ્લેખ કયોૅ હતાે. ગાેયેલે કહ્યું હતું કે, રેલવે અને ઇસરો આ દિશામાં સાથે મળીને કામ કરી શકે છે.

રેલ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે સ્પેશ ટેકનાેલોજીના ઉપયોગની શક્યતા ચકાશવામાં આવશે. ગાેયેલે કહ્યું હતું કે, રેલવે સફરની સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાા છે. રેલવેની સાથે ગઠબંધનમાં ગુગલે દેશના 400થી વધારે સ્ટેશનાે ઉપર વાઈફાઇ હોટસ્પાેટ સ્થાપિત કર્યા છે. તેઆે ઇચ્છે છે કે, આ સંખ્યામાં વધોર કરવામાં આવે. આનાે ઉપયોગ આસપાસના ગામોમાં મફતમાં થઇ શકે તે દિશામાં પણ પ્રયાસ થઇ રહ્યાા છે. ફ્રીમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાના વિકલ્પનાે ઉપયોગ કરવામાં આવનાર છે. ગાેયેલે રેલવે સુરક્ષા પર ભાર મુકતા કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર હશે ત્યાં રેલવે ટ્રેકના નવીનીકરણ અને સિગ્નલિંગ વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે. જે માગાેૅ ઉપર ટ્રેકને નવા બનાવવાની જરૂર છે ત્યાં આદેશ આપી દેવામાં આવ્યા છે. દેશમાં અનેક રેલવે દુર્ઘટના અને ખાસ કરીને ગયા મહિનામાં ઉત્તર પ્રદેશમાં થયેલી એક પછી એક રેલ દુર્ઘટનાઆેને ધ્યાનમાં લઇને લેવામાં આવનાર છે. સતત રેલ દુર્ઘટનાઆે બાદ સુરેશ પ્રભુએ રેલવે પ્રધાન તરીકે રાજીનામુ આપ્યું હતું.

print

Comments

comments

VOTING POLL