અનેક મોટા આંદોલનનું સાક્ષી રહેલું દિલ્હીનું રામલીલા મેદાન હવે અટલજીના નામે ઓળખાશે

August 25, 2018 at 11:00 am


અનેક મોટા આંદોલનનું સાક્ષી રહેલું દિલ્હીનું ઐતિહાસિક રામલીલા મેદાન આવનારા સમયમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે. ઉત્તરી દિલ્હી નગર નિગમે આ અંગે પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. 30 ઓગસ્ટે મળનારી ગૃહની બેઠકમાં પ્રસ્તાવ પસાર થઈ જવાની સંભાવના છે.
ઉત્તરી દિલ્હી નગર નિગમના અધિકારી આદેશ ગુપ્તાએ જણાવ્યું કે રામલીલા મેદાનમાં અટલજી અનેક જનસભાઓને સંબોધિત કરી ચૂક્યા છે એટલા માટે તેમની યાદમાં રામલીલા મેદાનનું નામ અટલ બિહારી વાજપેયી રામલીલા મેદાન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમની સૌથી મોટી હોસ્પિટલ હિંદુરાવનું નામ વાજપેયીના નામે રાખવામાં આવશે.
1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી. એ દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણ સાથે જ અટલજીએ રેલીને સંબોધિત કરી હતી. 1977માં કટોકટી ખતમ થવા પર રામલીલા મેદાનમાં ફરીથી રેલી થઈ હતી જેમાં અટલ પણ સામેલ થયા હતાં. તેઓ સંબોધન માટે ઉઠયા તો તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. થોડી વાર શાંત રહ્યા બાદ તેમણે કહ્યું હતું કે ‘બાદ મુદત મિલે હૈ દિવાને…’ આ પછી અમુક ક્ષણો માટે તેમણે આંખો બંધ કરી દીધી હતી. અટલ જિંદાબાદના નારા લાગ્યા તો તેમણે આંખો ખોલીને કહ્યું કે ‘કહને સુનને કો બહત હૈ અફસાને’ આ પછી ભીડ ફરી નારા લગાવવા માંડી હતી.

print

Comments

comments

VOTING POLL