બીજા દિવસે ભારતે 687 રને ઇનિંગ કરી ડિકલેર: કોહલીની બેવડી સદી

February 10, 2017 at 2:14 pm


ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 41 રન બનાવ્યા હતા. તમીમ ઇકબાલ (24) અને મોમીનુલ હક (1) રને અણનમ રહ્યાં હતા. બાંગ્લાદેશ હજુ ભારતથી 646 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે. આ પહેલા ભારતે 6 વિકેટે 687 રને પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારતા 204 રન બનાવ્યા હતા.

‘રનમશીન’ બની ગયેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ચોથી બેવડી સદી ફટકારી લીધી છે. હૈદ્રાબાદમાં બાંગ્લાદેશ વિધ્ધ રમાઈ રહેલા એકમાત્ર ટેસ્ટ મેચમાં કોહલીએ 204 રન બનાવ્યા છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે કોહલીએ પોતાના ઓવરનાઈટ સ્કોર 111થી આગળ રમવાનું શ કર્યું અને લંચ બાદ પોતાની ચોથી બેવડી સદી પૂરી કરી લીધી હતી. આ દરમિયાન 28 વર્ષીય કોહલીએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કયર્િ છે. કોહલી હોમ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટસમેન બની ગયો છે. તેણે આ સાથે વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જો કે કોહલી 204 રને આઉટ થઈ ગયો હતો.

આ સતત ચોથી ટેસ્ટ શ્રેણી છે જેમાં કોહલીએ બેવડી સદી ફટકારી છે. કોહલીએ પોતાની પહેલી બેવડી સદી વેસ્ટ ઈન્ડિઝ વિધ્ધના ટેસ્ટ મેચમાં બનાવી હતી. આ મેચમાં તેણે 200 રન બનાવ્યા હતાં. આ પછી ન્યુઝીલેન્ડ વિદ્ધ ઈન્દોરમાં તેણે 211 રન બનાવ્યા હતાં. ભારતે આ શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડ વિધ્ધ તેણે 235 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને હવે બાંગ્લાદેશ વિધ્ધ તેણે બેવડી સદી ફટકારી છે. આ પહેલા સર ડોન બ્રેડમેન અને રાહલ દ્રવિડે સતત ત્રણ ટેસ્ટ શ્રેણીમાં ત્રણ બેવડી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ વિધ્ધ 211 રનની ઈનિંગ દરમિયાન કોહલી ટેસ્ટ ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો.

print

Comments

comments

VOTING POLL