અન્ન અને ઉર્જા પર અપાતી સબસીડી ખતમ થાય તો દરેક વ્યક્તિને વાર્ષિક 2600 રૂપિયા મળે

October 12, 2017 at 11:19 am


ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નું કહેવું છે કે જો ભારત અન્ન અને ઉર્જા પર અપાતી સબસીડી સમાપ્ત કરી દેતો દેશના પ્રત્યેક વ્યક્તિને વાર્ષિક 2600 રૂપિયાની યુનિવર્સલ બેઝીક ઈન્કમ (યુબીઆઈ) ઉપલબ્ધ કરાવાઈ શકે તેમ છે. હાલના સમયમાં યુબીઆઈના મુદ્દે ઘણી ચચર્િ થઈ છે અને ઘણા દેશોએ તેનું પરિક્ષણ પણ કર્યું છે. આઈએમએફે ભારત માટે તેની સંભાવનાનો વિચાર કર્યો છે.

જો કે આઈએમએફની ગણતરી 2011-12ના ડેટા પર આધારિત છે અને એનડીએ સરકાર હેઠળ ઈંધણ સબસીડીમાં આવેલા ભારે ઘટાડા અને આધાર દ્વારા અન્ય સબસીડીના વિતરણને ધ્યાનમાં રાખી આ માહિતીની ગોઠવણ કરવાની જર છે. યુબીઆઈની આટલી ઓછી રકમ માટે પણ જીડીપી 3 ટકાની ફિસ્કલ કોસ્ટ આવશે. જો કે તેને પબ્લીક ફૂડ ડિસ્ટ્રીબ્યુશન અને ફ્યૂઅલ સબસીડીને લઈને અમુક સમસ્યાઓને ઉકેલી શકાશે.
આનાથી જનવિતરણ પ્રણાલી (પીડીએસ)માં ઓછી આવકવાળા લોકોને નહીં મળી રહેલો લાભ, વધુ આવકવાળા લોકો દ્વારા સબસીડીનો મોટો હિસ્સો હાંસલ કરી લેવા જેવી સમસ્યાઓ દૂર થશે. આઈએમએફનું કહેવું છે કે યુબીઆઈને લઈને સરકારની હાલની સબસીડી વ્યવસ્થાના એક વિકલ્પ્ની સંભાવના તરીકે ચચર્િ કરવામાં આવી રહી છે. આઈએમએફનું માનવું છે કે સબસીડીની હાલની વ્યવસ્થામાં ઘણી ઉણપ છે અને તેના કારણે જ તેનો લાભ એવા વર્ગો સુધી નથી પહોંચતો જે તેના હક્કદાર છે.

2600 રૂપિયાની યુબીઆઈનો આંકડો એ આધાર પર કાઢવામાં આવ્યો છે કે એ દેશમાં ફૂડ અને ઈંધણ સબસીડીની જગ્યા લેશે. જો કે સબસીડીને સમાપ્ત કરવા માટે કિંમતોમાં ઘણાખરા અંશે વધારવાની જરિયાત રહેશે. આઈએમએફે આ માટે 2016ના એક અભ્યાસનો હવાલો આપ્યો છે. તેનું કહેવું છે કે આનાથી યુબીઆઈ માટે ફંડ ઉપલબ્ધ થઈ શકશે.

print

Comments

comments

VOTING POLL