અપમૃત્યુના બનાવમાં વૃધ્ધા અને મહિલાના દાઝી જતા સારવાર દરમ્યાન મોત

January 12, 2018 at 11:29 am


ભાવનગર પંથકમાં અપમૃત્યુંના યથાવત રહેલા સીલસીલામાં વૃધ્ધા અને મહિલાના અકસ્માતે દાઝી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે.
વરતેજ ખાતે રહેતા રાવળદેવ શાંતુબેન મનજીભાઇ મકવાણા (ઉ.વ.40)એ તેના ઘરે રસોઇ બનાવતી વેળાએ અકસ્માતે ભડકો થતા દાઝી જતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું.
જાફરાબાદ તાલુકાના લોઢપુર ગામે રહેતા રાધીબેન રૂખડભાઇ શીયાળ (ઉ.વ.60)એ તેના ઘરે અકસ્માતે દાઝી જતા પ્રથમ મહુવા હનુમંત હોqસ્પટલ અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

print

Comments

comments

VOTING POLL