અબડાસામાં 36 કલાકમાં 14 ઇંચ વધુ વરસાદ

July 16, 2017 at 11:19 pm


મુન્દ્રા, માંડવી, લખપત, નખત્રાણામાં ઝાપટા ઃ અબડાસામાં મોસમનાે કુલ વરસાદ 439 મીમી ઃ અબડાસાના 6 ગામોને પુરની અસર
કચ્છ જિલ્લામાં પાંચ તાલુકામાં આજે વરસાદ ચાલુ રહ્યાાે હતાે. અબડાસામાં ગઈરાત્રે 139 મીમી અને આજે દિવસ દરમિયાન 30 મીમી પાણી પડતા 18 કલાકમાં 169 મીમી એટલે સાડા છ #ચ વરસાદ પડયો છે. જયારે ગઈકાલનાે સાત ઇંચ વરસાદ ગણીએ તાે 36 કલાકમાં સાડા તેરથી 14 #ચ પાણી પડયું છે. આજે ગઈકાલ રાતે તાે માત્ર 8 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાકબયો હતાે. અમુક ગ્રામ્ય વિસ્તારમાં તાે 13 #ચ પાણી પડયું છે. અબડાસા તાલુકામાં રપ0 થી વધુ લોકોને સ્થળાંતર કરાવવું પડયું છ.ે ફસાયેલા આઠને જખૌથી માછીમારી બાેટ મોકલી બચાવી લેવાયા છે. ઘણાં ગામોમાં સ્થળાંતર જ જેવી સ્થિતિ સજાૅઈ ગઈ છે. એનડીઆરએફના કમાન્ડરે અબડાસા પંથકની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. અબડાસામાં મોસમનાે કુલ વરસાદ 439 મીમી એટલે કે 17 ઇંચ કરતાં વધી ગયો છે. અબડાસામાં ગઈકાલે 10 થી રાતના દસ વાગ્યા સુધીમાં 17મીમી એટલે કે સાત ઇંચ કરતાં વધુ વરસાદ પડયા બાદ ગઈ રાત્રી દરમિયાન પણ નલિયા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવો ચાલુ રહ્યાાે હતાે. સવારે છ વાગ્યા સુધીમાં બીજો 139 મીમી વરસાદ પડયો હતાે. દિવસ દરમિયાન આ વરસાદ ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસવાનાે ચાલુ રહ્યાાે હતાે. રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 30 મીમી વરસાદ પડતા રવિવારનાે વરસાદ 169 મીમી થઈ ગયો હતાે. અબડાસા તાલુકામાં મોસમનાે કુલ વરસાદ 439 મીમી થયો છે. અબડાસામાં માત્ર 36 કલાકમાં 14#ચ વરસાદ પડયો છે. વરસાદથી છ ગામોને અસર થઈ છે. બપાેર બાદ નાયક બલેકટર બી.આર. પટેલ અને એનડીઆરએફ ટીમના કમાન્ડરે અબડાસાના વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લીધીહતી. મામલતદાર તેમની સાથે રહ્યાા હતા. જિલ્લા સતાવાળાઆેએ તેમની મોડી સંજે અબડાસા તાલુકામાં પરિસ્થિતિ સંતાેષકારક હોવાનાે દાવો કયોૅ છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અબડાસા તાલુકામાં ગઈરાતે 8 વાગ્યાથી આજ સવારે પુરા થતા ર4 કલાક દરમિયાન ર94 મીમીથી વધુ વરસાદ પડયો.નલિયામાં આવેલી હવામાન ખાતાની કચેરી ફરતે પણ પાણી ભરાઈ જતાં તેની બેટ જેવી સ્થિતિ સજાૅઈ હોવાના અહેવાલો છે. જયારે ભુજમાં અજે એકાદ વાર સામાન્ય છાંટાને બાદ કરતાં વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું. સવારે 6 થી રાતના આઠ વાગ્યા સુધીમાં અબડાસામાં 30, લખપતમાં ર1 મીમી, માંડવીમાં 1ર મીમી અને મુંદરામાં 11 મીમી વરસાદ પડયો છે. ભલે હવે ભારે વરસાદની આગાહી ન હોય પણ છુટા છવાયા હળવાથી સામાન્ય વરસાદની આગાહી યથાવત રહી છે.

print

Comments

comments

VOTING POLL