અભિષેક અને એશની જોડી ફરીવાર સાથે નજરે પડી શકે

July 11, 2018 at 7:08 pm


ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યાા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ 2010માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જોડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની જોડી સાથે ક્યારય નજરે પડી નથી. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તાે અભિષેક અને એશ બન્ને લાંબા ગાળા બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. આ પ્રાેજેક્ટનુ નામ ગુલાબ જામુન રાખવામા આવનાર છે. એમ કહેવામાં આવે છે કે આ ફિલ્મનુ નિમાૅણ અનુરાગ કશ્યપની ફિલ્મ કંપની ફેન્ટમ દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે નિદેૅશક તરીકે કોઇ નવા નામની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. જો બન્ને એક સાથે પ્રાેજેક્ટ સાઇન કરે છે તાે તેમના લાખો ચાહકો માટે મોટા સમાચાર તરીકે રહેશે. સાથે સાથે ચાહકોને ઉત્સુકતાપૂર્વક ઇન્તજાર પણ રહેનાર છે. અ અગાઉ અભિષેક અને એશની જોડી સાત ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ન કહો, ઉમરાવ જાન, ધુમ-2, ગુરૂ, સરકાર રાજ અને રાવણનાે સમાવેશ થાય છે. અભિષેક બાેલિવુડમાં ઘણા સમયથી છે પરંતુ તે કોઇ મોટી ફિલ્મમાં કામ કરી રહ્યાાે નથી.
અભિષેક બચ્ચન એકલા હાથે કોઇ ફિલ્મને હિટ કરવામાં પણ નિ»ફળ રહ્યાાે છે. તેની ફિલ્મો હવે આેછી આવી રહી છે. બીજી બાજુ એશ બાેલિવુડમાં બીજી ઇનિગ્સમાં કેટલીક ફિલ્મો કરી ચુકી છે. જેમાં છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુÂશ્કલનાે સમાવેશ થાય છે.

print

Comments

comments

VOTING POLL