અમદાવાદના એક અનાથ આશ્રમમાં બે છોકરીઆેએ કરી સતામણીની ફરિયાદ

August 11, 2018 at 11:32 am


ઉત્તરપ્રદેશ અને બિહારના શેલ્ટર હોમમાં થયેલી દુષ્કર્મની ઘટના સામે લોકોનો રોષ હજુ તો શમ્યો નથી ત્યાં જ અમદાવાદના જુહાપુરામાં આવેલા એક અનાથ આશ્રમની બે છોકરીઆેએ સતામણીની ફરિયાદ નાેંધાવી છે. અન્ય 3 છોકરીઆેએ પણ સિક્યુરિટી ગાર્ડ સામે પ્રાર્થના ન કરવા બદલ માર મારવાની ફરિયાદ નાેંધાવી છે. ફરિયાદ દાખલ કરનારી તમામ છોકરીઆે સગીર વયની છે.

શહેર પોલીસે પ્રાઈવેટ ટ્રસ્ટ અને સરકારની મદદથી ચાલતા અનાથ આશ્રમના હોદ્દેદાર અરશદ સિદ્દીકી સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે અરશદ સામે મોલેસ્ટેશન અને પીઆેસીએસઆે (પ્રાેટેક્શન આેફ ચિલ્ડ્રન ફ્રાેમ સેક્સéુઅલ આેફેિન્સસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સિક્યુરિટી ગાર્ડ શોએબ સિદ્દીકી સામે છોકરીઆેની શારીરિક પજવણીનો કેસ દાખલ કર્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે, અરશદ સિદ્દીકીએ બે છોકરીઆે સાથે દુવ્ર્યવહાર કર્યો છે, જ્યારે શોએબે તેમને જબરદસ્તી પ્રાર્થના કરવાનું કહ્યું. છોકરીઆેને ફરિયાદ છે કે તેમને અનાથ આશ્રમ સાફ કરવાનું પણ કહેવાતું હતું અને જો તે ના પાડે તો સિક્યુરિટી ગાર્ડ શોએબ મારતો હતો. આરોપીઆે સામે કડક પગલા લેવામાં આવશે. અનાથ આશ્રમનો હોદ્દેદાર અરશદ અત્યારે વિદેશમાં ધામિર્ક યાત્રાએ ગયો હોવાથી આ અંગે કોઈ પ્રતિqક્રયા આપી નથી.

અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ અને બિહારના શેલ્ટર હોમમાં થયેલી ઘટનાઆે બાદ લોકોમાં ફાટી નીકળેલા રોષને પગલે અહી શેલ્ટર હોમ અને અનાથ આશ્રમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે. આ અનાથ આશ્રમમાં 18 છોકરીઆે રહે છે, જેમાંથી 5 છોકરીઆેએ ચેકિંગ દરમિયાન આ ફરિયાદ નાેંધાવી. જિલ્લાના ચાઈલ્ડ પ્રાેટેક્શન યુનિટના હેડ પલક જાડેજાએ કહ્યું કે, અવ્યવસ્થા મળી આવતા મહિલા (પિશ્ચમ) પોલીસ સ્ટેશનમાં 3 છોકરીઆે સાથે શારીરિક અડપલા અને બે છોકરીઆે સાથે સતામણીની ફરિયાદ નાેંધાવી છે.

print

Comments

comments

VOTING POLL