અમદાવાદના જમાલપુરમાં મોડીરાત્રે જૂથ અથડામણઃ પથ્થરમારાથી તંગદિલી

August 5, 2018 at 11:26 am


શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે પાન પાર્લર પર ઉધાર માંગવાની બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેઆ ઘટનાએ બાદમાં ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. સામાન્ય બાબતમાં થયેલા ઝગડા બાદ બે જુથ આમને સામને આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. જેથી આસપાસના વિસ્તારમાં તંગદિલીનો માહોલ સજાર્યો હતો..
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઆે સહિત મોટી સંખ્યામાં પોલીસ અને એસઆરપી જવાનોનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

print

Comments

comments

VOTING POLL