અમદાવાદમાં આશ્રમ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીની ગોળી મારી હત્યાઃ 4 લૂંટારૂ ફરાર

March 16, 2018 at 7:05 pm


રાત હોય કે દિવસ સૌથી ચહેલ-પહેલવાળા રહેતા ઉસ્માનપુરા પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટના ઈરાદે ફાયરિ»ગની ઘટના બની છે. બાઈક પર આવેલા બે શખસોએ 5 રાઉન્ડ ફાયરિ»ગ કર્યું હતું અને તેમાં આંગડીયા પેઢીના કર્મચારીનું મોત થયું છે. ફાયરિ»ગ કરનારા શખસો ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઆેએ ઘટના સ્થળ પર પહાેંચીને તપાસ શરુ કરી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આશ્રમ રોડ પર વિદ્યાપીઠના બીજા ગેટ પાસે આ ફાયરિ»ગની ઘટના બની છે, જેમાં ચીમનલાલ પટેલ હરગોવિંદ નામની આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિ»ગ કરાયું હતું. આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યાે હતો. લૂંટના ઈરાદે થયેલી ફાયરિ»ગની ઘટનામાં ઘાયલ થયેલા આંગડિયા પેઢીના કર્મચારીને સારવાર માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનું મૃત્યુ નિપજયું હતું.
સવારના સાત વાગ્યાની આસપાસ બનેલી આ ફાયરિ»ગની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઆે સાથે ક્રાઈમબ્રાંચની ટીમ પણ ઘટના સ્થળ પર પહાેંચી ગયા હતા અને આરોપીઆેને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરુ કરી છે.

ઈનકમ ટેક્ષથી વાડજ તરફ જતા રસ્તા પર ફાયરિ»ગ કરાયું હતું, જે પછી ત્યાં આેવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે એટલે આરોપીઆે ઉસ્માનપુરા કે વાડજ તરફ ગયા હોવાની શંકાના આધારે પોલીસે તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે. આ ફાયરિ»ગની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે કારણ કે આટલી વહેલી સવારે આંગડિયા પેઢીનો કર્મચારી રુપિયા લઈને જવાનો છે અને તે કયા રસ્તે જવાનો છે તેની જાણ હોવા સાથે લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
પોલીસ આરોપીઆેને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટજની પણ તપાસ કરી શકે છે. અને નાકાબંધી કરીને આરોપીઆે શહેરની બહાર ન ભાગી જાય તે રીતે તપાસને તેજ બનાવવાની કોશિશો પોલીસ દ્વારા કરાઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL