અમદાવાદમાં કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ-પ્રભારી સહિત સંખ્યાબંધની અટકાયતઃ પોલીસ સાથે ઘર્ષણ

September 10, 2018 at 4:23 pm


અમદાવાદના લાલ દરવાજા ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવી પહાેંચેલા કાેંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની પોલીસે અટકાયત કરી ધરણાનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો.

કાેંગ્રેસના બંને દિગ્ગજોને અટકાયત થતાં કાેંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા હતા અને કાેંગ્રેસના કાર્યકરો તથા મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે જીભાજોડી થઈ હતી અને ઘર્ષણના દ્રશ્યો સજાર્યા હતા.

દાણીલીમડા વિસ્તારમાં આજે કાેંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ મ્યુનિ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન બદરુદ્દીન શેખ સહિત અનેક કાેંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિક આગેવાનોએ બંધમાં જોડાવવા સ્થાનિક દુકાનદારો તથા પ્રજાને અપીલ કરી હતી એટલું જ નહિ પરંતુ આ આગેવાનોએ રસ્તાની વચ્ચોવચ માનવ સાંકળ રચી ચક્કાજામ કરવાના પ્રયાસ કર્યા હતા જેને રોકવા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવતા કાેંગ્રેસના કાર્યકરો તથા પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સજાર્યા હતા છેવટે પોલીસે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત બદરુદ્દીન શેખ અને વીસેક જેટલા કાેંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી હતી.

અમદાવાદના લાલ દરવાજા ખાતે ધરણા કરવાનો પ્રયાસ કરી રહેલા કાેંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા સહિત અનેક દિગ્ગજોએ કાર્યકરોની અટકાયત કરી છેવટે આ બધા ને ક્રાઇમબ્રાન્ચની કચેરીએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા તેમના નિવેદન નાેંધવાની પ્રqક્રયા શરુ કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ રાજ્યભરમાંથી હજારો કાેંગ્રેસી કાર્યકરોની અટકાયત નો દોર શરુ કરાતા કાેંગ્રેસમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

print

Comments

comments

VOTING POLL