અમદાવાદમાં કુલ 475 હાઈરાઈઝડ બિલ્ડીંગાે ફાયર એનઆેસી વગરના છે

January 11, 2017 at 10:12 am


નામદાર ગુજરાત હાઈકોર્ટમાં શહેરમાં આવેલા હાઈરાઈઝડ બિલ્ડીંગાેમાં ફાયર સેફટીના સાધનાે અને ફાયર એનઆેસીના મામલે કરવામાં આવેલી રીટપિટીશનને પગલે હાઇકોર્ટે આપેલા કડક આદેશ છતાં મ્યુનિસિપલ તંત્ર શહેરના 475 હાઈરાઈઝડ બિલ્ડીંગાે કે જેનાે સંપુર્ણ વપરાશ માત્ર રહેણાંકના હેતુ માટે જ કરવામાં આવે છે તેમાં એનઆેસી આપવાની કાર્યવાહી કરી શકયું નથી.

આ અંગેની વિગત એવી છે કે,હાઈકોર્ટમાં કરવામાં આવેલી પિટીશનને પગલે હાઈકોટેૅ મ્યુનિસિપલ કમિશનરને પણ કોર્ટ સમક્ષ હાજર કરાવ્યા હતા જેમાં કોર્ટે મ્યુનિસિપલ કમિશનર પાસે કેટલા સમયમાં ફાયર એનઆેસીને લગતી તમામ કાર્યવાહી તંત્ર પુરી કરશે.એ અંગે સમયપત્રક સાથેનું એક એફિડેવીટ પણ રજૂ કરાવ્યુ હતું. સત્તાવાર સૂત્રો તરફથી મળતી વિગતાે અનુસાર,અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ હદ અને આૈડાના વિસ્તારોમાં મળીને કુલ 2500 ઉપરાંત હાઈરાઈઝડ બિલ્ડીંગાે આવેલા છે.

મ્યુનિસિપલ કમિશનર તરફથી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સાેગંધનામા પ્રમાણે ડીસેમ્બર-2016 સુધીમાં શહેરના તમામ હાઈરાઈઝડ બિલ્ડીંગાેમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી ફાયર એનઆેસી અંગેની જરૂરી કાર્યવાહી પુરી કરી દેવામાં આવશે.આ પ્રકારની બાંહેધરી આપવામાં આવી હતી. આમ છતાં મ્યુનિસિપલ કોપાેૅરેશનના અલગ અલગ ઝોન ખાસ કરીને શહેરના પશ્ચિમ ઝોન,નવા પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં વર્ષ-2016 ના વર્ષમાં આેગસ્ટ મહિનાથી જે વિવિધ એકમો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે માત્ર કોમશીૅયલ હેતુથી ઉપયોગમાં લેવામાં આવતા એકમોને જ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ બિલ્ડીંગાેમાં આવેલા દવાખાના,હોસ્પિટલો કે કાયદાકીય પ્રેકટીશનરોની કચેરીને પણ બાકાત રાખવામાં આવી હતી. મ્યુનિસિપલ કોપાેૅરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતાે અનુસાર,હજુ હાલની પરિસ્થિતિમાં પણ અમદાવાદ શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં કુલ મળીને 475 હાઈરાઈઝડ બિલ્ડીંગાે એવા છે કે,જેનાે સંપુર્ણ ઉપયોગ રહેણાંકના હેતુથી કરવામાં આવી રહ્યો છે.

આ બિલ્ડીંગાેમાં ફાયર સેફટીના સાધનાે છે કે કેમ અથવા તાે તે ચાલે છે કે કેમ વગેરે બાબતાેની કોઈ તપાસ કરવામાં આવી નથી તાે બીજી તરફ ફાયર વિભાગના સૂત્રોના કહેવા અનુસાર,આ તમામ 475 બિલ્ડીંગાેમાં ફાયર એનઆેસી જ નથી.

print

Comments

comments

VOTING POLL