અમદાવાદમાં જયંતી ભાનુમાળીની અંતિમયાત્રાઃ સીબીઆઈ તપાસની માંગણી

January 9, 2019 at 11:10 am


કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની ગઈ મોડી રાત્રે ફિલ્મીઢબે ટ્રેનમાં ગોળી મારી હત્યા થઈ હોવાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આજે અમદાવાદમાં આવેલા નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વહેલી સવારે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાંથી તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો. જે પછી તેમના પાર્થિવ શરીરને નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

મૃતદેહ જોતાની સાથે પરિવારજનોમાં દુખની લાગણી વ્યાપી ગઇ હતી. પરિવાર જનોનું કહેવું હતું કે સમાજનાં નિર્ણય પછી આજે જયંતિ ભાનુશાળીની અંતિમયાત્રા નીકળશે. નાેંધનીય છે કે તેમના પરિવારને સાંત્વના આપવા અને અંતિમયાત્રામાં જોડાવવા ભાજપનાં અગ્રણી નેતાઆે સહિત ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતાં.

પોલીસે શરુ કરેલી તપાસમાં ચોપડવા પાસે દ્યાેગિક એકમ ધરાવતા ઉદ્યાેગપતિ પવન મોર ગાંધીધામથી ટ્રેનમાં ચડયા હતા અને તેઆે જયંતીભાઈ સાથે બેઠા હતા, જેમાં રાત્રિના અરસામાં બે ઇસમોએ એસી ફસ્ર્ટ ક્લાસનો દરવાજો ખોલી જયંતીભાઈ પર ફાયરિ»ગ કર્યું હતું. જેથી તેમને આંખ અને છાતીમાં ગોળી વાગતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસે પાંચ વ્યિક્ત સામે ફરિયાદ નાેંધી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુÙ ફરિયાદ નાેંધાઇ છે.

ગઇકાલે જ્યારે આ ઘટનાની જાણ પરિવારને થઇ ત્યારે જયંતિ ભાનુશાળીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યાે છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યાે છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઆે બિન્દાસ ફરતા હતા.

જયંતિ ભાનુશાળીના ભાઈએ હત્યા અંગે કüુ હતું કે, મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. છબિલ પટેલ પહેલાથી જ કહેતો હતો. તેણે મારા ભાઈને પહેલા બે વખત છોકરીઆેને કેસમાં ફસાવ્યો છે. એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાશીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરિતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહી. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિ»ગ કરશે તેવો અમને ડર છે. કારણ કે તે કહી ચુક્યો છે કે હું મૂકીશ નહી.

અબડાસાના ધારાસભ્યની હત્યા અંગે રાતાતળાવ ગામના વતની તેમજ ભાનુશાળી સમાજના આગેવાન મનજી બાપુએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે રાજકીય અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાથી સમાજ ખૂબ દુઃખી છે.’

print

Comments

comments

VOTING POLL