અમદાવાદમાં જાન્યુઆરીથી મેટ્રાે રેલ શરૂ થઈ જશેઃ મુખ્યમંત્રી

August 23, 2018 at 2:43 pm


મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ અમદાવાદ મેટ્રાે પ્રાેજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યાે છે. તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલ્કત ને નુકસાન ન થાય અને નાગરિક જન જીવન ને આેછા માં આેછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રાે પ્રાેજેક્ટ ના સત્તા વાહકોને સૂચના આપી છે.

વિજય ભાઈ રુપાણી એ કહ્યું કે જાન્યુઆરી 2019 માં મેટ્રાે રેલની પ્રથમ પ્રાયોરિટી રિચ શરુ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રાે પ્રાેજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે. મુખ્યમંત્રી એ પ્રથમ ફેઈઝ 40 કી.મી નો છે તેમાં 33.5 કી.મી એલિવેટેડ એટલે કે આેવર બ્રિજ અને 6.50 કી.મી અન્ડર ગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે આ રુટ પર 32 સ્ટેશનો આવશે.

મુખ્યમંત્રી એ અમદાવાદ મહાનગર ની ટ્રાફિક સમસ્યા ના વિકલ્પ રુપે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે આ મેટ્રાે ને મહત્વ પૂર્ણ ગણાવ્યા હતા. વિજય ભાઈ એ 2019 ડિસેમ્બર સુધીમાં મેટ્રાે ના કામ ને ફુલ સ્પીડ માં આગળ ધપાવવાની મેટ્રાે પ્રાેજેક્ટ ની તૈયારીઆે વિષે પણ જાણકારી મેળવી હતી. 10700 કરોડ ના આ પ્રાેજેક્ટ માં 6 હજાર કરોડ ની જાયકા ની લોન છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

10 જેટલા રક્ષિત સ્મારકો આ રુટ માં આવે છે તેની પણ જાળવણી સાથે આ પ્રાેજેક્ટ આગળ વધારવા કેન્દ્ર ની મંજૂરીઆે મળી ગઈ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ પ્રચાર માધ્યમો ને આપી હતી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશન મિલ્ટપર્પઝ ઉપયોગ માં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહી ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રાે ટ્રેન રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે.

print

Comments

comments

VOTING POLL