અમદાવાદમાં ભેજાંબાજ બુટલેગરે હાઈડ્રાેલિક સીસ્ટમ ધરાવતા ભાેંયરામાં સંતાડéાે દારૂઃ પોલીસે પાડયા દરોડા

August 18, 2018 at 1:05 pm


ભેજાંબાજ બુટલેગરો દારુનો જથ્થો છુપાવવા માટે નવા નવા કિમીયા કરતા હોય છે. નરોડા વિસ્તારમાં ઝોન-4 ડીસીપીએ લિસ્ટેડ બુટલેગર રામભાઇ પટેલને ત્યાં દરોડો પાડી દારુનો જથ્થો પકડી પાડéાે હતો. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, આ દારુ-બિયર રસોડામાં બનાવેલા હાઇડ્રાેલિક સિસ્ટમ ધરાવતા ભોયરામાંથી ઝડપી પાડéાે હતો.

ઝોન-4 ડીસીપીએ નરોડા પોલીસની જાણ બહાર ક્રાેસ રેડ કરાવી રુ. એક લાખનો દારુ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. ત્યાર બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી. પોલીસે અલગ અલગ બ્રાન્ડના Iિગ્લશ દારુની 156 બોટલ તથા બિયરની 144 બોટલ મળીને કુલ 300 નંગ ઝડપી પાડéા હતા.

આ અંગે વિગતે વાત કરીએ તો નરોડા વિસ્તારમાં બુટલેગર એવા રામભાઇ પટેલનાં શ્રીપ્રકાશ સોસાયટીમાં આવેલા મકાનમાં ભોયરું બનાવી દારુનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ઝોન-4 ડીસીપી નિરજ બડગુજરને મળી હતી. આથી તેમણે નરોડા પોલીસને રેડમાં રાખવાની જગ્યાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર જેટલા પોલીસ કર્મચારીઆેને સાથે રાખી શ્રીપ્રકાશ સોસાયટીમાં રામભાઇ પટેલને ત્યાં રેડ કરી હતી.

આ રેડ દરમિયાન ભાેંયરામાં તપાસ કરતા આરોપી રામભાઇ પટેલ અને સિચ્ચદાનંદ ઉર્ફે અજય શમાર્ મળી આવ્યા હતા. પોલીસથી બચવા માટે આરોપીએ આ હાઇડ્રાેલિક ભાેંયરું બનાવ્યું હતું. ઇલેિક્ટ્રક બોર્ડમાં ડિસમિસ નાખવાથી રસોડા વચ્ચેની બે ટાઈલ્સ Kચી કરીને ભાેંયરાનો દરવાજો ખોલવામાં આવતો હતો.

print

Comments

comments

VOTING POLL