અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર બે નવા એરોબ્રીજ બનશે

February 3, 2018 at 11:12 am


દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પેકીના એક એવા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમી દિવસોમાં બે નવા એરોબ્રીજ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ એરપોર્ટ પર બે જૂના એરોબ્રીજ કાર્યરત છે. જેને લઇને જ્યારે એરપોર્ટ પર એક સામટે ફ્લાઇટ લેન્ડ થાય ત્યારે ફ્લાઇટને એરોબ્રીજ ફાળવી શકાતો નથી. જેને લઇને મુસાફરોને તકલીફ વેઠવી પડે છે. અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર રાત્રે એક સાથે પાંચથી વધુ ફ્લાઇટસ લેન્ડ થાય છે. હવે જેતે ફ્લાઇટના મુસાફરો એરોબ્રીજ મારફતે એરપોર્ટ પર ઉતરે અને રવાના થનારા મુસાફરો વિમાનમાં ગોઠવાઇ જાય ત્યાં સુધી એરોબ્રીજ વ્યસ્ત રહે છે. હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બે જ એરોબ્રીજ હોવાથી બે જ ફ્લાઇટને એરોબ્રીજની સેવા મળે છે. અન્ય ફ્લાઇટને એરોબ્રીજ મળી શકતો નથી. જોકે વધુ બે એરોબ્રીજ ઇન્સ્ટોલ કરાય તો મુસાફરોને હાલાકી ચોક્કસ દુર થઇ શકે..

print

Comments

comments

VOTING POLL