અમદાવાદ – માંડવી એસ.ટી. બસમાં પ્રવાસ કરી રહેલા ભુજનાે પ્રવાસી લુંટાયો

October 11, 2017 at 9:35 pm


રાજકોટના શખ્સે કેફીપીણુ પીવડાવીને રૂા. 1 લાખની માલમતા તફડાવી ગયો

અમદાવાદ – માંડવી રૂટની એસ.ટી. બસમાં પ્રવાસ કરી રહેલા ભુજના એક વ્યક્તિને રાજકોટના શખ્સે કેફી પીણુ પીવડાવીને રૂા. 1 લાખની માલમતા તફડાવી જતાં આ મામલે પાેલીસને જાણ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી પ્રવાસીઆેને લુંટ લેવાની ઘટનાઆે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ગઈકાલે બપાેરે ર વાગ્યાના અરસામાં અમદાવાદ – માંડવી રૂટની એસ.ટી. બસમાં ભુજના પ્રમુખસ્વામીનગર ખાતે રહેતા દિનેશ પ્રેમાનંદ જોશી પ્રવાસ કરી રહ્યાા હતા આ દરમિયાન એક રાજકોટના દિપક નામના શખ્સનાે તેને ભેટો થયો હતાે. આૈપચારીક વાતાે બાદ હાઈવે વિસ્તારમાં ચા-નાસ્તાે કરવા બસે રોકાણ કર્યું હતું. આ દરમિયાન રાજકોટના એક શખ્સે ઠંડ-પીણાની બાેટલ પીવડાવતા પ્રેમાનંદ બેભાન થઈ ગયો હતાે અને તે ભુજ સુધી જાગ્યો ન હતાે. અન્ય પ્રવાસીઆેએ આ બાબતની જાણ પાેલીસને કરી હતી તેમજ તેને ભુજની જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતાે. પ્રેમાનંદ ભાનમાં આવ્યો ત્યારે તેની સાથે લુંટ થઈ છે તેવી ઘટના જાણતા તેમણે પાેલીસને વાકેફ કરી હતી. આ યુવાનની સાેનાની ચેન, પેંડલ, વીંટી, બે મોબાઈલ, રોકડ 3પ00 તફડાવાયા હોવાનું જાણ કરવામાં આવી છે. આ બનાવ પરથી પાેલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL