અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટમાં ટ્રાફિક નિયમ તૂટશે તો મેમો ઘરે આવશે

April 16, 2018 at 11:39 am


અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રવિવારથી ફરી એકવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થવાની શરૂઆત થઇ હતી. કેમેરામાં ફોટા પડી ગયા બાદ હવે ફોટાઓ પાડીને નિયમ તોડનાર માટે ઇ-મેમો ઘરે મોકલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આની સાથે જ શહેરીજનોને ઇ-મેમોથી બચવા માટે સાવધાન રહેવું પડશે. અમદાવાદના ૧૩૦ ટ્રાફિક જંક્શનો ઉપર ૧૫૦૦થી આસપાસ સીસીટીવી કેમેરા મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એક હજારની આસપાસ ટ્રાફિક કર્મચારી ચલણ બુક અને મોબાઇલ ફોનની સાથે ફોટા પાડતા નજરે પડશે. સ્પીડ ગન મારફતે પણ વાહન ચલાવનાર ઉપર બાજ નજર રાખવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કહી ચુક્યા છે કે, જાન્યુઆરી મહિનામાં ઇ-મેમોને ટેકનિકલ ખામીના કારણે ૂબંધ કરવાનો નિર્ણય કરાયો હતો. હવે આ તમામ ખામીઓને દૂર કરી લેવામાં આવી છે. ખામીઓ દૂર કરવામાં આવ્યા બાદ ફરીથી આની શરૂઆત થઇ છે. જાન્યુઆરી મહિનામાં તેના પર પ્રતિબંધ લગાવતા પહેલા આશરે ૧૦ લાખ ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા. આ તમામ હજુ જારી કરવાના બાકી છે. આવા ચલણ પર નિર્ણય લેવા માટે વધારાના મુખ્ય પરિવહન સચિવ, વધારાના મુખ્ય ગૃહ સચિવ અને ડીજીપીની કમિટિ બનાવવામાં આવી છે જે વહેલીતકે નિર્ણય લેશે. જે વાહન ચાલકો અને લોકોના મોબાઇલ નંબર તેમના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જાડવામાં આવ્યા છે તેવા વાહન માલિકોને તેમના મોબાઇલ ઉપર એસએમએસ મારફતે ઇ-ચલણ હોવાની માહિતી આપવામાં આવશે. ઇ-મેમોમાં આપવામાં આવેલી દંડની રકમને વાહન ચાલક તેમના ઘરની નજીક શહેરના કોઇપણ પોલીસ ચોકીમાં જઇને અથવા તો એસબીઆઈ બેંકની કોઇપણ શાખામાં જઇને રકમ ભરી શકાશે. આના માટે વેબસાઇટ પણ ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના લોકોને નવા નિયમોને લઇને સાવધાન રહેવાની જરૂર રહેશે. પેન્ડિંગ ૧૦ લાખ ચલણને લઇને કમિટિ બનાવવામાં આવી છે. ટુવ્હીલર્સ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પડશે. અસલી ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસીના કાગળો પણ રાખવા પડશે. કાર ચાલકોને પણ સીટ બેલ્ટ બાંધવા પડશે.

print

Comments

comments

VOTING POLL