અમદાવાદમાં કૂતરાના ખસીકરણ પાછળ મ્યુનિ. દ્વારા કરોડોનું આંધણ થયું

January 11, 2017 at 10:23 am


અમદાવાદ શહેરનાે જ્યાં એક તરફ સતત વિસ્તાર અને વસ્તી વધી રહ્યા છે ત્યાં બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઆેનાે ત્રાસ પણ વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિ.તંત્રે ચાર જેટલા એનજીઆેને કૂતરા પકડી તેના ખસીકરણ કરવા માટેની કામગીરી સાેંપી કરોડો રૂપિયાની ચૂકવણી કરી છે. આમ છતાં ત્રણ વર્ષમાં શહેરમાં દોઢ લાખથી પણ વધુ લોકોને કૂતરા કરડ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કૂતરાઆેની વસ્તીનું પ્રમાણ વધવા પામ્યું છે.આ સાથે જ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર કૂતરા કરડવાના બનાવો વધતા જઈ રહ્યા છે તેની સામે રોજ માત્ર 60 કૂતરાઆેની જ ખસી કરવામાં આવી રહી છે જેને કારણે લોકો ત્રાહીમામ બની જવા પામ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતાે અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશને તેની અન્ય સેવાઆેની જેમ કૂતરા પકડવાની અને તેના ખસીકરણની કામગીરી પણ ખાનગી એનજીઆેને સાેંપી દીધી છે. એનજીઆેને આ કામગીરી સાેંપવામાં આવ્યા બાદ શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં ધરખમ વધારો થવા પામ્યો છે.કેમકે જે એનજીઆેને કૂતરા પકડી તેના ખસીકરણની કામગીરી સાેંપવામાં આવી છે તે રોજ માત્ર 60 કૂતરાની જ ખસી કરી શકે છે. ઉપરાંત આ એનજીઆે પાસે જગ્યાના અભાવે કૂતરાના ખસીકરણ બાદ તેને બે દિવસ પછી જે સ્થળેથી લાવવામાં આવ્યા હોય છે તે જ સ્થળે છોડી દેવામાં આવે છે.

શહેરમાં વર્ષો સુધી કૂતરા પકડવાની કામગીરી કરતાે મ્યુનિ. કોર્પોરેશનનાે અલાયદો વિભાગ હતાે.પરંતુ પેઈલ ડેપાેના નામે આેળખાતાે આ વિભાગ વર્ષ-2014થી બંધ કરી મ્યુનિ.એ એનીમલ હેલ્પ ફાઉન્ડેશન,પીપલ ફોર એનીમલ,એનીમલ રાઈટ,અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને કૂતરાના ખસીકરણની કામગીરી સાેંપી છે.આ તમામ એનજીઆેને લાઈટ,પંખા,પાણી અને જગ્યા મફતમાં આપવાની સાથે મ્યુનિ.દર વર્ષે ખસીકરણ પાછળ કરોડોની ચૂકવણી કરી રહ્યું છે. આમ છતાં આ એનજીઆે તેમને સાેંપવામાં આવેલી કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોઈ કૂતરા કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ-2016માં છ માસમાં 30000 લોકોને કૂતરા કરડવાના બનાવો બનવા પામ્યા હતા.

print

Comments

comments

VOTING POLL