અમદાવાદ શહેરમાં પણ વરસાદ થયો : વેજલપુરમાં સાડા પાંચ ઇંચ

August 17, 2018 at 8:22 pm


અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની આસપાસ સુધી પડેલા ધોધમાર અને તાેફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તાે, ત્રણ કલાકના અતિ ભારે વરસાદને લઇ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના પટ્ટાની કેટલીક નીચાણવાળી સાેસાયટીઆે, દુકાનાે અને કોમ્પલેક્ષમાં પણ પાણી ફરી વળ્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે અમદાવાદમાં ત્રણથી સાડા ત્રણ કલાકમાં ચારથી સાડા ચાર ઇંચ સુધીનાે અતિ ભારે વરસાદ નાેંધાયો હતાે. સાૈથી વધુ વરસાદ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નાેંધાયો હતાે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં સાડા ચાર ઇંચ અને અમદાવાદ શહેરમાં સરેરાશ ચારથી સાડા ચાર ઇંચથી વધુ વરસાદ નાેંધાયો હતાે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ નગરજનાે ખુશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાની અમીદ્રિષ્ટ થતાં તેઆે કૃતજ્ઞતા વ્યકત કરતાં નજરે પડતા હતા. અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઇ શ્યામલ ચાર રસ્તા પાસે, સરખેજ-જૂહાપુરાના હૈદરી મેદાન પાસે સહિતના અન્ય વિસ્તારોમાંં મોટા ભુવા અને ખાડા પડયા હતા, જેને લઇને શહેરીજનાે ભારે હાલાકીમાં મૂકાયા હતા. તાે, ભારે અને તાેફાની વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, પરિમલ, ઉસ્માનપુરા અને કુબેરનગર સહિતના અંડરબ્રીજમાં પણ વહેલી સવાર પાણી ભરાઇ ગયા હતા અને તેના કારણે સલામતીના ભાગરૂપે આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, પાણી આેસર્યા બાદ તમામ અંડરપાસ ચાલુ કરી દેવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે અને તાેફાની વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થવાની 25થી વધુ ઘટનાઆે નાેંધાવા પામી હતી. વૃક્ષો ધરાશયી થવાની ઘટનાને લઇ સંબંધિત વિસ્તારોમાં માગાેૅ પર ટ્રાફિક ચક્કાજામ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં છેલ્લા ત્રણેક સપ્તાહથી મેઘરાજાએ જાણે રિસામણાં લીધા હોય તેમ વાદળો ઘેરાવા છતાં અને વરસાદ વરસુ…વરસુ…જેવુ થતું હોવા છતાં મન મૂકીને વરસતા ન હતા, જેને લઇ શહેરીજનાે પણ બાફ અને ગરમીના ઉકળાટને લઇ અકળાયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના પ્રજાજનાે મેઘરાજાને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરતાં નજરે પડતા હતા ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યે મેઘરાજાએ જાણે તેમની અમીદ્રિષ્ટ વરસાવી હોય તે પ્રકારે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જોરદાર તાેફાની વરસાદ અમદાવાદ શહેર અને જિલ્લામાં તૂટી પડયો હતાે. ઠંડા-સુસવાટા મારતા પવન વચ્ચે તાેફાની વરસાદ તૂટી પડતાં ત્રણથી સાડા ત્રણ કલાકમાં તાે, શહેર આખું જાણે સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. સતત ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આFાદક બની ગયું હતું. ધોધમાર વરસાદના કારણે શહેરના વેજલપુર, જોધપુર, વ?ાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, ભુયંગદેવ, થલતેજ, સુરધારા સર્કલ, હેલ્મેટ સર્કલ, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તાે ભારે વરસાદને પગલે ફરી એકવાર ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સાેસાયટીઆે અને દુકાનાેમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઆે, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનાે ભોગ બન્યા હતા. પૂર્વના સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઆે પરત્વે ઉગ્ર આક્રાેશ ઠાલવ્યો હતાે અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન Ãલાનના દાવાની પાેલ ખોલી નાંખી હતી. મેઘરાજાની તાેફાની ઇનીંગને લઇ અમદાવાદ જિલ્લાના પંથકોમાં પણ વાતાવરણ ઠંડુ અને આFાદક બની ગયું હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઆે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાના વધામણાં કર્યા હતા.

print

Comments

comments

VOTING POLL