અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના નવા ૪૩ કેસથી મ્યુનિ. તંત્ર સતર્ક : વધુ એક મોત

August 12, 2017 at 11:39 am


રાજયના અન્ય વિસ્તારોની સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફલૂના રોગે હાહાકાર મચાવી દીધો છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૧ દિવસમાં સ્વાઈનફલૂના કારણે કુલ ૧૬ લોકોના મોત થવા પામ્યા છે આ ઉપરાંત ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના નવા ૪૩ કેસ નોંધાતા અમદાવાદમાં અત્યાર સુધીમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૩૩૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ શહેરમાં અત્યાર સુધીમા સ્વાઈનફલૂનો કુલ મૃત્યુઆંક ૩૬ પર પહોંચવા પામ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે,રાજયભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈનફલૂનો કહેર જાવા મળી રહ્યો છે તેવા સમયે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈનફલૂના કેસ સતત વધતા જાવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતમાં સેટેલાઈટ વિસ્તારના એક મહિલાને સ્વાઈન ફલૂની સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યુ હતુ.આ સાથે જ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એક પ્રોઢને સ્વાઈનફલૂ લાગુ પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થવા પામ્યુ હતુ.દરમિયાન શહેરના પોશ વિસ્તાર એવા બોપલ વિસ્તારમાં રહેતી એક મહિલાને સ્વાઈનફલૂ લાગુ પડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનુ મોત થવા પામ્યુ હતુ..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.ભાવિન સોલંકીના કહેવા અનુસાર,શહેરમાં ઓગસ્ટ માસમાં કુલ મળીને ૧૯૪ કેસ નોંધાયા છે આ સાથે જ ૧૬ મોત થવા પામ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા રહેનાબાનુ શેખ,ઉંમરવર્ષ-૫૩નું વી.એસ. હોસ્પિટલમાં ૪ ઓગસ્ટના રોજ સારવાર સમયે મોત થવા પામ્યુ છે.આ ઉપરાંત ઈસ્કોન વિસ્તારમાં રહેતા એક ૪૨ વર્ષના લાખા ભાઈ રાજપુતનું ૧ ઓગસ્ટના રોજ, રામાભાઈ ઈશ્વરભાઈ પટેલ, ઉંમર વર્ષ-૭૩ ,ખોડિયારનગરનુ શારદાબહેન હોસ્પિટલમાં,જયારે ભરતભાઈ દેવશંકર ભગત,ઉંમરવર્ષ-૫૯,કૃષ્ણનગરને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં પાંચ ઓગસ્ટના રોજ મોત થવા પામ્યુ છે. દરમિયાન શહેરના નરોડા વિસ્તારની એક મહિલા અને વિરાટનગરમાં રહેતા એક પુરૂષના સ્વાઈન ફલૂથી મોત બુધવારે તેમજ બાપુનગરની ૨૮ વર્ષની મહિલાનું ૮ મીએ અને મેમનગરના ૬૦ વર્ષના પુરૂષનું સોલા સિવિલમાં ૯મીએ મોત થયુ છે.દરમિયાન આજે વધુ એક મોત થતા આ માસમાં કુલ ૧૬ લોકોના મોત થવા પામ્યા છે.જયારે આ વર્ષમાં અત્યાર સુધી કુલ ૩૩૦ કેસ નોંધાયા છે.જ્યારે ૩૬ લોકોના મોત થવા પામ્યા છે.

print

Comments

comments

VOTING POLL