અમરેલીના બાબાપુર ગામે પ્રાૈઢને માર મારનાર

August 28, 2018 at 12:10 pm


અમરેલી તાલુકાના બાબાપુર ગામે દલિત પ્રાૈઢ પર હુમલો કરનાર સરપંચ સહિત 7 શખસો સામે નાેંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નાેંધી આરોપીઆેને ઝડપી લેવા દોડધામ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બાબાપુર ગામે રહેતા નાનજીભાઈ લાખાભાઈ ચાવડા ઉ.વ.60 નામના દલિત પ્રાૈઢ તેના ગામના ચોરા પાસે હતા ત્યારે હરેશ ગાેંડલીયા, હિતેષ ગાેંડલીયા બાઈક પર ધસી આવી તારો પુત્ર ગાળો કેમ આપે છે ં શું તમે દાદાના દિકરા છો ં તેમ કહી અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી લોખંડના પાઈપ વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અને સરપંચ વિપુલ, ભરત, મહિપતસિંહ, હરેશનો પુત્ર સતો, સંદીપ સહિતનાઆેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં અમરેલી પોલીસ કાફલો હોસ્પિટલે દોડી જઈ નાનજીભાઈની ફરિયાદ પરથી હરેશ ગાેંડલીયા, ભરત, વિરજી, હિતેષ ગાેંડલીયા, સરપંચ વિપુલ, સંદીપ રીબડીયા, મહીપતસિંહ ગંભીરસિંહ અને હરેશના પુત્ર સહિતના શખસો સામે એટ્રાેસીટી સહિતનો ગુનો નાેંધી તેને ઝડપી લેવા દોડધામ કરી છે.

print

Comments

comments

VOTING POLL