અમરેલીમાં શીતલ આઇસ્ક્રીમના નમકીન પ્લાન્ટમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
અમરેલી તા.15-8ના રોજ લાઠી રોડ પર આવેલ જીઆઇડીસીમાં શિતલ ફૂડ પ્રાેડકટ્સ પ્રા.લી.નામની કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી. આ અંગે અમરેલી ફાયર ફાઇટર વિભાગને જાણ કરતા નગરપાલિકાના આેફીસર અશ્વિનભાઇ ત્રિવેદી સહિતનો કાફલો તથા સ્ટાફનાએ ફાયર ફાઇટર જેસીબી-પાણીના ટેન્કર લોડર સહિતના તમામ સાધનો સાથે તાત્કાલીક પહાેંચી અને આગ આેલવવાના પ્રયત્નો કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે વધુ મદદ માટે રાજુલા, બગસરા, લાઠી, ચલાલા અને ગાેંડલથી પણ ફાયર ફાઇટર બોલાવવા પડેલ અને સાંજના 6 વાગ્યા સુધી આગને કાબુમાં લેવા તમામે સતત દોડધામ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવની જાણ થતાં જ અમરેલીના જાગૃત એસ.પી. નિલ}પ્ત રાય પણ બનાવના સ્થળે પોલીસ સ્ટાફ સાથે દોડી આવ્યા હતાં અને કોઇ અનિચ્છનછય બનાવ ન બને તેની કાળજી લેવા પોલીસને તાકિદ કરી હતી. અમરેલી શિતલ આઇસ્ક્રીમના ભુપતભાઇ દકુભાઇ ભુવાએ મશીનરી શેડ, મટીરીયલ્સ, બાંધકામ વગેરે મળી કુલ 2 કરોડ બે લાખનું નુકશાન થયું હોવાનું સીટી પોલીસ મથકે જાહરે કરેલ છે. આગળની તપાસ સીટી પીઆઇ આર.વી.દેસાઇ ચલાવી રહ્યા છે.