અમરેલી એસ.ટી.ડેપોમાં ટ્રાફિક કંટ્રોલ, રિઝર્વેશન બારી સહિતની કામગીરી બંધ

January 11, 2017 at 11:57 am


અમરેલી જિલ્લાના એસટી વિભાગમાં અનેક કર્મીઓની ખેંચ ચાલી રહી છે. ત્યારે અમરેલી એસટીમાં કર્મચારીઓ વિના છેલ્લા કેટલાક સમયથી વહીવટી કામગીરી ચાલતી હતી ત્યારે વહીવટી કામગીરીમાં મોટાભાગે ડ્રાઈવર, કંડકટરો વિવિધ ફરજ બજાવતા હતા જેને ગઈકાલે રાત્રે ડીવીઝન કંટ્રોલરના હક્મથી તમામને જે-તે ફરજ ઉપર મુકી દેવાના પગલે આજે સવારથી અમરેલી એસટી ડેપોમાં વિવિધ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. ટ્રાફિક કંટ્રોલ, રીઝર્વેશન બારી સહિતની કામગીરી બંધ થઈજતાં મુસાફરોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલી એસટી ડીવીઝન નીચે સાત જેટલીબસ ડેપો આવેલ છે. આ સાતેય એસટી ડેપોમાં વહીવટી સ્ટાફની ખેચના કારણે વહીવટી કામગીરી ખાતે ડ્રાઈવર તથા કંડકટર પાસેથી આવી કામગીરી લેવામાં આવતી હતી પરંતુ ગઈકાલે રાત્રે એનટીના ડી.. દ્વારા જે કર્મચારી જયાં ફરજમાં હોય ત્યાં જ કામગીરી લેવી અન્ય કામગીરી નહીં લેવાના હક્મના કારણે ગઈકાલ રાત્રીથી જ એસટી કંટ્રોલ પોઈન્ટ સહિતની વિવિધ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. આજે સવારથી જ રિઝર્વેશન બારી પણ સ્ટાફના અભાવે બંધ થઈ જવા પામી છે.

એક તરફ અમરેલી એસટી ડિવિઝનમાં ડ્રાઈવર તથા ક્ધડકટરની તંગી છે. જેને લઈ અમરેલી જિલ્લાના સાતેય એસટી ડેપોમાં આવક રળી આપતા ટ બંધ કરવા પડયા છે.
આમ અમરેલી એસ.ટી.ડિવિઝનમાં ડ્રાઈવર-કંડકટરની ખેંચ હોવા છતાં તેમની પાસેથી અન્ય કામગીરી લેવામાં આવતી હતી જેને લઈ એસટી ડિવિઝનને મોટી નોકસાની જવા પામતી હતી. હવે એસટીના ડ્રાઈવર અને કંડકટર પાસેથી વહીવટી કામગીરી લેવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે એસટીની આવક રળી આપતા ટ શ કરવામાં આવશે કેમ? તેવો વેધક સવાલ ઉઠવા પામેલ છે.

print

Comments

comments

VOTING POLL