અમરેલી પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બાળક સહિત ચારના મોતથી અરેરાટીઃ 25 ઘાયલ

August 2, 2018 at 10:36 am


અમરેલીના વરસડા નજીક વહેલી સવારે એક એસ.ટી. બસ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્તા બાળક સહિત ચારના મોત થયા હતા. જ્યારે એસ.ટી. બસના ચાલક, કન્ડકટર અને ટ્રક ડ્રાઈવર સહિત 25થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બસમાં કેટલાય સમય સુધી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો, અમરેલી તાલુકા પોલીસ, લાઠી પોલીસ, અમરેલી ફાયર, એસ.ટી.ની ક્રેઈન તથા જેસીબીને કામે લગાવ્યા બાદ બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને સારવાર આપવા માટે ડોકટર્સ તથા સિવિલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. જ્યારે રોડ ઉપર બે-બે કિ.મી. સુધી ટ્રાફિકજામ થયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે 6 વાગ્યાના સમયે અમરેલીથી ઉપડેલી સાવરકુંડલા-ઉના રૂટની બસ અમરેલીથી 15 કિ.મી. દૂર વરસડાથી નજીક કેરાળા ગામના પાટિયા પાસે પહાેંચતા આ એસ.ટી. બસ નં.જી.જે.18-ઝેડ.0312 સાથે લાઠી તરફથી આવી રહેલ જલારામ ટ્રાન્સપોર્ટ સવિર્સના ટ્રક નં.જી.જે.03-બી.વી.4455ના ચાલકે રાેંગ સાઈડમાં ધસી જઈ બસની ડ્રાઈવરની સીટથી લઈ બસના અર્ધા ભાગ સુધી બસને ચીરી નાખતા આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ચીચીયારીથી આ માર્ગ ગુંજી ઉઠયો હતો.

આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થતાં તાત્કાલીક ચાર જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડાવાઈ હતી અને તમામને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં સાવરકુંડલા ગામે રહેતા એક યુવાન અને એક કિશોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક આધેડ વયની વ્યિક્તનું અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ બાળકનું પણ મોત થયું છે.

આ બસ અકસ્માતમાં કેટલાક મુસાફરો બસના કાટમાળમાં ફસાયા હતા. જ્યારે ટ્રકચાલક પણ પોતાના હવાલાવાળા ટ્રકમાં ફસાયા હતા. આ તમામને બહાર કાઢવા માટે એક જેસીબી, એસ.ટી. ક્રેઈન તથા અમરેલી ફાયર ફાઈટર સહિત અનેક લોકોએ જહેમત ઉઠાવી હતી અને ટ્રકને બસથી દૂર ખસેડી કાટમાળમાંથી ઘવાયેલા અને ફસાયેલા લોકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની જાણ થતાં ભાજપ અને કાેંગ્રેસના આગેવાનો, કાર્યકતાર્આે સિવિલ હોસ્પિટલ અને બનાવ સ્થળે મદદ માટે દોડી ગયા હતા. સિવિલ હોસ્પિટલે લોકો ટોળે વળી ગયા હતા. આ લખાય છે ત્યારે તમામની સારવાર ચાલુ હોય નામ અને વધુ વિગત મેળવાય રહી છે.

આ અકસ્માતમાં ઘવાયેલા મુસાફરો

ઈમરાનભાઈ પઠાણ (ઉ.વ.30, રહે.સાવરકુંડલા), જીલુબેન રાઠોડ (ઉ.વ.35, રહે.સાવરકુંડલા), બસ ડડ્રાઈવર લવજીભાઈ ચૌધરી (રહે.ઉના), કૌશિક નવનીતભાઈ (ઉ.વ.28, રહે.સાવરકુંડલા), હિંમતભાઈ સરવૈયા (ઉ.વ.52, સાવરકુંડલા), વિજય ચુડાસમા (ઉ.વ.31, રહે.સાવરકુંડલા), ગોહિલ વિધિબેન ભનુભાઈ (ઉ.વ.18), ગોહિલ નિખિલ વિનુભાઈ (ઉ.વ.84) સહિત કુલ 25 જેટલા લોકોને સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયા છે જ્યાં કેટલાકની હાલત વધુ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બચાવ કામગીરી માટે જઇ રહેલું ફાયર ફાઇટર વાહન પણ ડમ્પર સાથે અથડાયું

અમરેલી નજીક એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કામગીરી કરવા જઈ રહેલ અમરેલી ફાયર ફાઈટર અમરેલીના વરસડા ગામ પાસે રોડ પર પડેલ એક ડમ્પર સાથે અથડાઈ પડતા આ ફાયર ફાઈટરના કાચનો પણ ભૂકકો બોલી ગયો હતો. આ બનાવમાં અમરેલી નગરપાલિકાના ફાયર ફાઈટરના ચાલકને સામાન્ય ઈજા થયાનું પણ જાણવા મળેલ છે.

print

Comments

comments

VOTING POLL