અમારા ન્યાયતંત્ર માટે કાળો દિવસ છે : ઉજ્જવલ નિકમ

January 12, 2018 at 8:12 pm


સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ચીફ જસ્ટિસની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ન્યાયતંત્રના વરિષ્ઠ લોકોએ આ અંગે પાેતપાેતાની પ્રતિક્રિયા આપી છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું છે કે, અમારા ન્યાયતંત્ર માટે આ કાળા દિવસ સમાન છે. સુપ્રીમ કોર્ટના જજને તેઆે કોઇ સલાહ આપવા ઇચ્છુક નથી. જો કે, કોઇપણ સમસ્યાને ઉકેલવાના પ્રયાસ ચોક્કસપણે થવા જોઇએ. લોકશાહી માટે આ ખુબ જ નિરાશાજનક બાબત છે. આજની પત્રકાર પરિષદ ખોટો દાખલો બેસાડશે. હવેથી દરેક સામાન્ય વ્યક્તિ ન્યાયતંત્રના આદેશને પણ શંકાની દ્રિષ્ટએ જોશે. દરેક ચુકાદા સામે પ્રશ્નો થઇ શકે છે. અન્ય વરિષ્ઠ એડવોકેટ દ્વારા પણ પાેતપાેતાની પ્રતિક્રિયાઆે આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના જજ પ્રત્યે તેઆે આભાર માને છે. સીજેઆઈ દિપક મિશ્રાએ ખુલ્લીરીતે માસ્ટર આેફ રોસ્ટર તરીકે રહીને તેમની સત્તાનાે દુરુપયોગ કયોૅ છે. કેસાેમાં ચોક્કસ પરિણામ હાંસલ કરવાના પ્રયાસાે થયા છે. જો તેમનામાં જવાબદારી જેવી છે તાે તેમને રાજીનામુ આપવું જોઇએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કેટીએસ તુલસીએ પણ આને લઇને પાેતાની પ્રતિક્રિયા આપી છે.

કાેંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ સલમાન ખુરશીદે કહ્યું છે કે, જજોએ આ વિવાદોને પાેતાની રીતે ઉકેલવા જોઇએ. કપિલ સિબ્બલ અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પાેતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના સÇય અને વકીલ હિતેશ જૈને કહ્યું છે કે, આ ખુબ જ દુખદ બાબત છે. પારદર્શકતાની ખાતરી થવી જોઇએ.

print

Comments

comments

VOTING POLL