અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા, આજે સાંજે પરત ફરશે

February 3, 2018 at 12:12 pm


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસની ગુજરાતની સામાજિક મુલાકાતે ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ વિતેલા પખડવાડિયામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. હવે ઉત્તર-પૂર્વ રાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે અને ભાજપ છેલ્લા ચાર વર્ષથી આ પ્રાંતમાં સત્તા મેળવવા માટે ગ્રાસરૂટ લેવલ પર કામ કરવાની શરૂઆત કરી છે એટલે આ રાજ્યોના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ગઈકાલે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે તેઓ એક લગ્ન પ્રસંગે હાજરી આપી સાંજે નવી દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL