અમિત શાહ આજે ચાર સ્થળોએ જાહેર સભાઓને સંબોધન કરશે

December 7, 2017 at 12:37 pm


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, અમિત શાહ આવતીકાલે જુદી જુદી જગ્યાઓએ ઝંઝાવતી પ્રચાર કરનાર છે જેમાં મહિસાગર, મહેસાણા, પાટણ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. મહિસાગરમાં કડાણા દિવડા ગ્રાઉન્ડ ખાતે અમિત શાહે સવારે ૧૧ વાગે સંબોધન કરશે જ્યારે બપોરે એક વાગે સિદ્ધપુર ચાર રસ્તા ખેરાલુમાં સંબોધન કરશે. પાટણ અને ગાંધીનગરમાં પણ અમિત શાહના ભરચક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આધુનિક રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહની સાથે સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સંબોધન કરનાર છે.

print

Comments

comments

VOTING POLL