અમૃતસરથી 350 કિલોમીટર દૂર પાકિસ્તાને બનાવી અણુશસ્ત્રો માટે ટનલ

October 12, 2017 at 11:18 am


પાકિસ્તાન પોતાના અણુશસ્ત્રોનો સંગ્રહ કરવા માટે હવે ભારતીય સરહદની નજીક ટનલ બનાવી રહ્યું છે. અણુશસ્ત્રો રાખવા માટે પાકિસ્તાને અમૃતસરથી 350 કિલોમીટર દૂર એક ટનલ બનાવી છે જે અરધી બની ગઈ છે. આ ટનલની લંબાઈ અને પહોળાઈ 10 મીટર જેટલી છે.
પરમાણુ શસ્ત્રો રાખવા માટે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવીને પાકિસ્તાને ફરીવાર ભારતની ઉશ્કેરણી કરી છે અને ભારત તેની સામે જબરું રિએક્શન આપશે તેમ માનવામાં આવે છે. ટનલમાં સંભવિત હમલાને ધ્યાનમાં રાખીને પરમાણુ શસ્ત્રો રાખવામાં આવશે. ડબલ્યુઆઈઓએન ન્યુઝના અહેવાલો મુજબ આ ધડાકો કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં એવું જણાવાયું છે કે પરમાણું શસ્ત્ર ભંડાર માટે પાકિસ્તાન દ્વારા ટનલનું નિમર્ણિ ચાલુ જ છે અને તે પંજાબના અમૃતસરથી 350 કિલોમીટર અને રાજધાનીથી 750 કિલોમીટર દૂર આવેલ છે. ત્રણ સુરંગ બનાવવામાં આવી રહી છે અને ઝડપથી આ કામ ચાલી રહ્યું છે. આ ટનલ પહોળા રસ્તાઓ સાથે જોડાયેલી છે. હજુ ગયા ગુવારે જ પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ એમ કહ્યું હતું કે પાકિસ્તાન શોર્ટરેન્જના પરમાણું શસ્ત્રો બનાવી રહ્યું છે અને તે ઓછા અંતરે હમલા કરશે અને તેને પાકિસ્તાન વ્યૂહાત્મક શસ્ત્રો તરીકે ગણાવે છે. અમૃતસરથી તદ્દન નજીક આવી ટનલ બનાવીને ફરીવાર પાકિસ્તાને મોટી ઉશ્કેરણી કરી નાખી છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ કડવા બનશે તેવું લાગે છે.

print

Comments

comments

VOTING POLL