અમેરિકાથી એક ડગલું આગળ નીકળ્યું ચીન, બનાવ્યો ‘મધર આેફ આેલ બોમ્બ’

January 5, 2019 at 10:56 am


હાલ દુનિયાની મહાસત્તા વચ્ચે હથિયારોની હરિફાઇ જામી છે. એક પછી એક દેશ પોતાની શિક્તનું પ્રદર્શન કરી આડકતરી રીતે અન્ય દેશોને ડરાવવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ રશિયાએ શિક્તશાળી મિસાઇલનું પરિક્ષણ કર્યું તો અમેરિકા પોતાની પાસે સૌથી શિક્તશાળી બોમ્બ હોવાનો દાવો કર્યો. હવે ચીને પણ શિક્તશાળી બોમ્બનું પરિક્ષણ કર્યું છે. કહેવામાં આવે છે કે આ બોમ્બ અમેરિકાના બોમ્બથી પણ શિક્તશાળી છે.

અમેરિકાના મધર આેફ આેલ બોમ્બ અને રશિયાના ફાધર આેલ બોમ્બ બનાવવાના દાવા બાદ હવે ચીને પણ ‘મધર આેફ આેલ બોમ્બ’ બનાવવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ચીનનો દાવો છે કે, તેની ટીમે તૈયાર કરેલા સૌથી શિક્તશાળી નોન-એટોમિક ‘મધર આેફ આેલ બોમ્બ’ અમેરિકાના મધર આેફ આેલ બોમ્બનો જવાબ છે.

ધ ડેલીના રિપોર્ટ અનુસાર, એડિશનલ તરીકે તૈયાર કરવામાં આવેલા આ બોમ્બની વિનાશકારી ક્ષમતાના કારણે તેનું નામ મધર આેફ આેલ બોમ્બ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પરમાણુ હથિયારો બાદ બીજું સૌથી ઘાતક હથિયાર છે. આનાથી થનારો વિનાશ લગભગ પરમાણુ બોમ્બ જેવો જ થશે.

આ અત્યંત ઘાતક બોમ્બને એચ-6કે એરક્રાãટથી ફાયર કરવામાં આવ્યો, જેના કારણે એક વિશાળ વિસ્ફોટ થયો. ચીને નોર્થ ઇન્ડસ્ટ્રી ગ્રુપ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટ પર ડિસેમ્બરના અંતમાં એક વીડિયો જાહેર કરીને તેની સુચના આપી. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, આ પ્રથમ વખત બન્યું છે જ્યારે સાર્વજનિક રીતે કોઇ નવા બોમ્બની વિનાશકારી શિક્તઆેને દશાર્વવામાં આવી હોય.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસ વિરુદ્ધ પહેલીવાર વિશ્વના સૌથી શિક્તશાળી નોન-એટમિક બોમ્બ જીબીયુ-43નો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બને મધર આેફ આેલ બોમ્બ તરીકે આેળખવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL