અમેરિકાનાં ભારતીય સિનિયર સિંગલ્સને જીવનસાથી મળશે

May 5, 2017 at 10:55 am


વિજય ઠકકર

ન્યુયોર્ક

અમેરિકામાં વસતા ભારતિય સમુદાયનાં એકાકી જીવન વ્યતીત કરતા સિન્યિર્સ સિંગલ્સને માટે ઢળતી ઉંમરે સાથીદાર મેળવવા માટે ‘સિંગલ્સ મીન્ગલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નોર્થ અમેરિકાનાં પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી રાજુલ પ્રકાશ શાહ અને અમેરિકન સિનિયર્સ ઓર્ગનાઈઝેશન ઓફ ન્યૂ જર્સીના સંયુકત ઉપક્રમે શનિવાર ૬ મે ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં અમેરિકન સમાજકારણ અને રાજકારણમાં છેલ્લા ૩૫ વર્ષથી અત્યતં સયિતાથી આમેજ થઈને ભારતિય અને ગુજરાતી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા રાજુલ શાહે જણાવ્યું કે અમેરિકામાં ભારતિય સમાજમાં વડીલોનું એકાકીપણું એક ખૂબ મોટી સમસ્યા છે અને સામાન્ય રીતે એક ઉંમર વટાવ્યા પછી જો પુરૂષ કે વિધુર અથવા વિધવા થાય તો એમણે પોતાના સંતાનોને આશરે જીવન વ્યતીત કરવા સિવાય અન્ય વિકલ્પ બહુ ઉપલબ્ધ નથી અને એ સંજોગોમાં વડીલો જીવનભર સ્વામાનથી અને આપબળે જીવેલ લોકો અસહાયતા અને પરાવલંબીપણું મહેસુસ કરે છે. આપણી સંસ્કૃતિમાં સિનિયર્સ સિંગલ્સનાં એકાકીપણાની સમસ્યા વિશે બહુ વિચારાયું નથી.

અમેરિકન પાાત્ય સમાજ માટે એ સમસ્યા નહીં પણ તદન સામાન્ય કહી શકાય એવી વ્યવહારુ બાબત છે. અમેરિકાના ભારતિય સમુદાયમાં સિનિયર સિટીઝન્સ માટે પતિ–પત્ની બેમાંથી એક વ્યકિતનું અવસાન થયા પછી ભર્યાભાદર્યા જીવનમાં વ્યાપી જતી એકલતા–ખાલીપો વ્યકિતને કોરી ખાય છે. સમયાંતરે પશ્રિવારના અન્ય સદસ્ય એમની નીજ જિંદગીમાં ઓતપ્રોત થઈ જાય છે પરંતુ એકલી પડેલી વ્યકિતએ ક્રી હોય કે પુરૂષ માટે એકલતાનો બોજ વેંઢારવાનું બહુ કપરુ બની જતું હોય છે. પશ્રિણામે ડિપ્રેશન, ડિમેન્શિયા જેવા મનોરોગોનો અને કયારેય ક્રસ્ટ્રેશનનાં શિકાર બની જાય છે. ના કહેવાય અને ના સહેવાય એવી પરિસ્થિતી ઉભી થાય છે. અમેશ્રિકન પાાત્ય સમાજમાં આવી એકલતા માણસે જીવવી પડતી નથી કારણ આ સમાજ વ્યવસ્થામાં લીવ ઈન રિલેશનશીપ કે પુનલએ સાવ જ સહજ બાબત છે અને પાાત્ય સમાજમાં એ પ્રકારની સપોર્ટ સીસ્ટમ છે. ભારતિય રૂઢિચુસ્ત સમાજમાં આવી કોઈ સપોર્ટ સીસ્ટમ નથી. અમારું કામ એક સપોર્ટ સીસ્ટમ ઉભી કરી આપવાનું છે અને એનો લાભ ચોકકસ લોકોને મળશે..અમને ખબર છે કે આ કામ એટલું સહેલું અને સરળ નથી જેટલું દેખાય છે. સિનિયર્સની તૈયારી હોય છતાં એમનાં પરિવારજનોને પણ સહમત કરવા પડે અને એ કામ સરળ નથી. બીજા ફેઝમાં અમે એવા પરિવારજનો માટે પણ વર્કશોપ કરવા વિચાયુ છે. હા..ચોકકસ આ વનટાઈમ પ્રોસેસ નથી.

અમેરિકન ભારતિય કમ્યુનિટીનાં ઉત્કર્ષ માટેની કટીબધ્ધતા અને અમેરિકન રાજકારણમાં તેમની સક્રિયતાને ન્યુયોર્કના પ્રતિષ્ઠિત ભારતિય અખબાર ન્યુઝ ઈન્ડિયા દ્રારા ૧૯૯૩માં “Woman of the year’ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે. એવાં રાજુલે જણાવ્યું કે છેલ્લા ચારેક વર્ષથી આવા સિનિયર્સ સિંગલ્સ માટે સપોર્ટ સીસ્ટમ ઉભી કરવાનો વિચાર મનમાં ધોળાતો હતો અને જેને હવે મૃર્ત સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. જેમાં મારા પતિ અને ‘ગોપીઓ’ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીનલ કો–ચેરમેન પ્રકાશ શાહ, અમેરિકન સિનિયર્સ ઓર્ગેનાઈઝેશન ઓફ ન્યુજર્સીના રમણભાઈ શાહ અને બીજા લોકોનો સહકાર મળ્યો અને એમ શનિવાર ૬ મે, ૨૦૧૭ના રોજ ન્યુ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસમાં આવો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ૫૦ જેટલા સિનિયર્સ સિંગલ્સ આવશે. જેઓ કાર્યક્રમ દરમિયાન એકબીજાને મળશે એમનો પરિચય કેળવશે અને શકય છે કે એમાંથી કોઈક પણ સિનિયર્સ સંબંધના સૂત્રથી બંધાશે તો એને અમે સફળતા સમજીશું…એમાંથી પ્રગટેલી નવા પથ પરની યોત બીજા અનેક દીપ પ્રવલિત કરશે.

Ralph Waldo Emerson કહે છે તેમ “Even if one life has lived easier because you have lived. it’s a success’

અમને દ્રઢ વિશ્ર્વાસ છે કે “Some Meaningful relationships will develop’…

print

Comments

comments

VOTING POLL