અમેરિકાના બિનનિવાસી ભારતીય એચ આર શાહને વર્ષ 2017નો પદ્મશ્રી એવોર્ડ

April 24, 2017 at 7:27 pm


સ્ટોરી: અમેરિકાના બિનનિવાસી ભારતીય અને મીડિયાના ટાયકુન, ઉધોગપતિ, પરગજુ ઈન્સાન અને ભારતીય સમુદાયના અગ્રણી એવા એચ.આર.શાહને ભારતના રાષ્ટ્ર્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પધ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નવી દિલ્હી ખાતે રાષ્ટ્ર્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસીંધ, પ્રધાનમંડળના અન્ય સદસ્યો દેશના સર્વેાચ્ચ નેતાઓ વગેરેની ઉપસ્થિતીમાં વર્ષ ૨૦૧૭ માટેના ભારતના સર્વેાચ્ચ સન્માન એવા પ્રતિિત પધ્મ એવોર્ડસની અર્પણવિધિ યોજાઈ ગઈ. આ એવોર્ડવિજેતાઓમાં નેતાઓ, ખેલકૂદ ક્ષેત્રની વ્યકિતઓ તથા કળા, સમાજસેવા, જાહેર જીવન, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વ્યાપાર–ઉધોગ, મેડિસિન, સાહિત્ય અને શિક્ષણ વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યકિતઓનો સમાવેશ થાય છે.

અમેરિકાના ન્યુ જર્સીના ટી.વી.એશિયાના ચેરમેન અને સી.ઈ.ઓ તથા ભારતીય સમુદાયના અગ્રણી એચ.આર.શાહને સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વના ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનનાં ઉપલયમાં પધ્મશ્રી એવોર્ડ અપર્ણ કરાયો છે.

એચ.આર.શાહે અમેરિકામાં તેમના વસવાટ દરમ્યાન છેલ્લા ૩૫ વર્ષથી ભારતીય સમુદાયની સેવા માટે અડીખમ ઉભા રહીને સમુદાયના એક નિકટતમ સાથી તરીકેની પ્રતિભા ઉપસાવી છે એટલુ જ નહી પરંતુ એક મજબૂત સ્તભં તરીકે સમુદાયની પડખે ઉભા રહ્યા છે. સામાજીક સાંસ્કૃતિક અને શૈક્ષણિક તથા એને આનુષંગિક પ્રવૃતિઓ માટે તેઓ અત્યતં સાલસતાથી અને ઉદારતાથી પોતાના સમય શકિત અને સાધનો પ્રયોજીને સેવારત રહ્યા છે. એચ.આર.શાહ, પ્રથમ બિનનિવાસી ભારતીય છે જેમણે ટી.વી એશિયા નામક ૨૪ કલાક કાર્યરત ટેલિવિઝન સ્ટેશન હસ્તગત કરીને ટી.વી. ચેનલ દ્રારા ઉત્તર અમેરિકામાં ભારતીય ટેલિવિઝન અને મનોરંજક કાર્યક્રમોનું નિર્માણ અને પ્રદર્શન હાથ ધરવાનું શ્રેય પ્રા કયુ છે. એચ.આર.શાહે તેમની આગેવાની હેઠળ ટી.વી. એશિયા રૂપે એક મચં પૂરો પાડીને ભારત અને અમેરિકાના સબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

ટી.વી. એશિયા એના સ્થાપનાકાળથી જ અમેરિકામાં વિકસી અને સમૃદ્ધ થઈ રહેલા ભારતીય સમુદાય અને ભારત તેમજ એનો ભવ્ય વારસો, સંસ્કૃતિ, શિક્ષણ, ધર્મ અને અર્થકારણ, વિકાસ અને રાજકીય નેતૃત્વની વચ્ચે મજબૂત કડી બની રહ્યું છે. અપૂર્વ કાર્યક્રમ શ્રેણીઓ દ્રારા સમગ્ર અમેરિકાના ભારતીય સમુદાયને સંગઠિત કરવામાં પણ ટી.વી. એશિયાનું મહત્વનું અને ચાવીરૂપ યોગદાન રહ્યું છે. ભારતનું મુખ્ય અને મહત્વનું નેતૃત્વગણ જે ટી.વી. એશિયાના પડદે દેખાઈને સમગ્ર અમેરિકામાં પોતાનો પ્રભાવ પાથરી ચૂકયું છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એલ.કે.અડવાણી, રાજનાથસિંગ, અરુણ જેટલી તથા રવિશંકર પ્રસાદનો સમાવેશ થાય છે.

એચ.આર.શાહ ટી.વી. એશિયાનાં સી.ઈ.ઓ અને ચેરમેન હોવા ઉપરાંત અનેકવિધ વ્યાપારિક અને સેવાકીય સંગઠનો જેવા કે ભારતીય વિધાભવનના ચેરમેન, ક્રાઉઝર્સ ફડ (ચેન)ના ચેરમેન અને સી.ઈ.ઓ, રેડીઓ ચાયના ચેરમેન અને સી.ઈ.ઓ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી, એલીસ આઈલેન્ડ અને શેર એન્ડ કેર ફાઉન્ડેશનનાં બોર્ડ ઓફ એડવાઈઝર્સના સભ્યપદે રહીને ભારતીય સમુદાયના વિકાસ અને સંગઠનનું પાયાનું પરિબળ બની રહ્યા છે. ભારત સરકારે એચ.આર.શાહનું પધ્મશ્રી એવોર્ડથી સન્માન કરીને એમની જીવનપર્યતની સેવાઓને ભારત અને ભારત બહાર વસતા નાગરિકો વતી બિરદાવી છે.

આ વર્ષે રાષ્ટ્ર્રપતિએ કુલ ૮૯ વ્યકિતઓને પધ્મ એવોર્ડ અર્પણ કર્યા છે. જેમાં સાતને પધ્મવિભૂષણ, સાતને પધ્મભૂષણ અને ૭૫ વ્યકિતઓને પધ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૭માં ૧૯ મહિલાઓ છે. પાંચ વ્યકિતઓમાં વિદેશી, બિનનિવાસી ભારતીયો, ભારતીય મૂળની વ્યકિતઓનો સમાવેશ થાય છે તો ૬ વ્યકિતને મરણોત્તર સન્માન અર્પણ કરવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL