અમેરિકાના ભારતીયો પર નવું સંકટ: પાંચ લાખ ડોલરમાં ગ્રીન કાર્ડ મેળવવા પડાપડી

February 17, 2017 at 1:20 pm


ભારતીયોને અમેરિકામાં રહેવાનું એટલુ બધુ ઘેલુ છે કે નું ગ્રીનકાર્ડ મેળવવા માટે ભારતીયો 5 લાખ ડોલર (3.35 કરોડ રૂપિયા) જેટલી જંગી રકમ ખર્ચતા અચકાતા નથી. દેશમાંથી દર અઠવાડિયે લગભગ 3 ભારતીયો આટલી જંગી રકમ ખર્ચીને અમેરિકાની વાટ પકડી રહ્યા છે. ઇબી-5 અંતર્ગત વિદેશી નાગરિકો અને તેમના પરિવાર (21 વર્ષ સુધીના બાળકો)ને ગ્રીન કાર્ડથી પરમેનન્ટ રેસિડન્સ મળી શકે છે.
ગ્રીન કાર્ડ અને પીઆર બે પ્રકારે મેળવી શકાય છે. પહેલો રસ્તો એ છે કે 10 લાખ ડોલર ઇન્વેસ્ટ કરીને બિઝનેસ શરૂ કરવો અને ઓછામાં ઓછી 10 લોકો માટે ફુલ ટાઈમ નોકરી ઊભી કરવી. બીજી રીત એ છે કે તમે સરકાર દ્વારા પ્રમાણિત ઇબી-5 બિઝનેસમાં 5 લાખ ડોલર અથર્ત્િ લગભગ 3.4 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરો અને ગ્રામીણ ક્ષેત્રે 10 કે તેથી વધુ લોકોને ફુલ ટાઈમ જોબ આપો.
એલસીઆર કેપિટલ પાર્ટનર્સના કો-ફાઉન્ડર રોહેલિયો કાસરેસે જણાવ્યું કે, અમને ટૂંકાગાળામાં જ 210 ઇન્વેસ્ટર્સ મળી ગયા છે જેમાંથી 42 ભારતીય છે. ઇબી-5 પ્રોગ્રામ માટે બિયાન, રિલાયન્સ, આદિત્ય બિરલા અને મેકકેન્સીના ટોચના એક્ઝિક્યુટિવ્ઝે રસ દેખાડ્યો છે. તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકોને અમેરિકામાં નોકરી માટે અનિશ્ચિતતાઓમાંથી પસાર થવું પડે. એલસીએર એક ક્ધસલ્ટન્સી છે જે ઇન્વેસ્ટર્સના પૈસા ડંકિન ડોનટ્સ અને ફોર સીઝન્સમાં ઇન્વેસ્ટ કરે છે.
કાસરેસ જણાવે છે, ઇબી-5 વિઝા મેળવવા માટે લોકો ઉતાવળ કરી રહ્યા છે તેના મુખ્ય બે કારણ છે. પહેલું એ કે ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1 બી અંગે નવી નીતિ લાવવા માંગે છે. બીજું, આ પ્રોગ્રામ એપ્રિલમાં એક્સપાયર થઈ જવાનો છે. ગયા અઠવાડિયે યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે ઇબી-5 ઇન્વેસ્ટર્સના વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ 5 લાખ ડોલરથી વધારીને 13.5 લાખ ડોલર કરવાનું સૂચન છે.
કાસરેસે એમ પણ જણાવ્યું કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં યુ.એસનો વિઝા મેળવવાના વિકલ્પો મર્યિદિત થઈ ગયા છે. દર વર્ષે ઇબી-5 વિઝા મેળવનાર ભારતીયોની સંખ્યામાં 30 ટકાનો વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે ઇન્વેસ્ટમેન્ટ પછી પણ જો રોજગારી ઊભી ન કરી શકે તો તેમનું ગ્રીનકાર્ડ રિજેક્ટ થવાની શક્યતા છે. નિવેશના બે વર્ષની અંદર અંદર જ ઇન્વેસ્ટરના વિઝા એપ્રુવ કરી દેવામાં આવે છે. વર્ષ 2015માં 8156 ચીની નાગરિકોને વિઝા આપવામાં આવ્યો હતો. તેની સામે માત્ર 111 ભારતીયોને જ આ વિઝા મળ્યો હતો.

print

Comments

comments

VOTING POLL