અમેરિકાના લાસ વેગાસમાં અંધાધૂંધ ફાયરિંગ: ૨૦ લોકોના મોત

October 2, 2017 at 7:02 pm


અમેરિકાના લાસ વેગાસમાં રવિવારે મોડી રાત્રે એક મ્યુઝિક ફેસ્ટીવલમાં અંધાધુંધ ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં 50થી વધુનાં મોત નિપજ્યાં છે. જ્યારે 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ગનમેનની ઓળખ પણ કરી છે, લાસ વેગાસ પોલીસના જણાવ્યા મુજબ ગનમેનનું નામ સ્ટીફન પેડડોક છે.

આ ફેસ્ટીવલ, એક રિસોર્ટ અને કેસીનોમાં ચાલી રહ્યું હતું. ત્યારે જ નજીકની હોટલના 32માં માળે કોઈએ ઓટોમેટિક રાયફલથી ફેસ્ટીવલમાં હાજર લોકો પર ગોળી ચલાવવાની શરૂ કરી હતી. લોકોને પહેલાં થયું કે આતશબાજી થઈ રહી છે. પરંતુ જેવો જ એક સિક્યોરિટી ગાર્ડ માર્યો ગયો લોકોને હુમલાનો અહેસાસ થયો હતો. જે બાદ ભારે અફડાતફડી મચી ગઈ હતી. તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

print

Comments

comments

VOTING POLL