અમેરિકાનું એકબાજુનું ભાડુ માત્ર 13,499 રૂપિયા હશે

May 16, 2018 at 8:13 pm


ફિનલેન્ડની વાવ એરલાઇન્સ નવો ઇતિહાસ સર્જવાની તૈયારીમાં છે. વિમાની યાત્રામાં સસ્તી ટિકિટના મામલામાં નવી સ્પર્ધા છેેડે તેવા સંકેત દેખાઈ રહ્યાા છે. ફિનલેન્ડની વાવ એરલાઈન્સે હવે જાહેરાત કરી છે કે, અમેરિકન શહેરોમાં નવીદિલ્હીથી તેની ટ્રાન્સકોન્ટિનેન્ટલ ફ્લાઇટ રહેશે જેમાં એકબાજુનું ભાડુ અમેરિકાનું 13499 રૂપિયા રહેશે. જ્યારે રાઉન્ડ ટ્રીપનું ભાડુ 26999 રૂપિયા રહેશે. ઇન્ટરનેશનલ કેરિયર વાવ એરલાઈન્સે ખુબ સસ્તામાં યાત્રા કરાવવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકામાં જુદા જુદા શહેરો સુધી દિલ્હીની તેની ફ્લાઇટો રહેશે અને ભાડુ 13499 રૂપિયા એકબાજુનું રહેશે. ભારતીય પ્રવાસીઆેને આ સુવિધાનાે લાભ આપવા માટેની તૈયારી પણ કરવામાં આવી છે. આ સેવાનાે લાભ મેળવવા માટે ભારતીય પ્રવાસીઆેને તક ટુંકમાં જ મળી શકશે. રાઉન્ડ ટ્રીપ માટે આંશિક વધારે રૂપિયા ચુકવવાની ફરજ પડશે. બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં દિલ્હીથી ન્યુયોર્ક સુધી એરલાઈનની પાંચ દિવસમાં બે ફ્લાઇટો શરૂ કરવામાં આવી હતી. આગામી દિવસાેમાં આમા વધારે રાહત આપવામાં આવી શકે છે. ફિનિશ ઇન્ટરનેશનલ કેરિયર દ્વારા એરલાઈન્સમાં નવી ચર્ચા જગાવી દીધી છે. બુકિંગ સાઇટ ઉપર નજર કરવામાં આવે તાે કુવૈત એરવેઝ જેવી અન્ય એરલાઈન્સાેના ભાડા સાૈથી સસ્તા છે. દિલ્હીથી ન્યુયોર્કની ફ્લાઇટોમાં 22 કલાકનાે સમય લાગે છે. બિ્રટિશ એરવેઝ જેવી યુરોપિયન એરલાઈન્સાે ખુબ માેંઘી પડે છે. તેમના રાઉન્ડ ટ્રીપના ભાડામાં 88 હજારની આસપાસ છે. જો કે, ચાવીરુપ પ્રન એ છે કે, ટિકિટ ઉપર શું ભાડા રહેશે તે મહત્વપૂર્ણ બાબત છે. જાન્યુઆરી 2019 માટે ન્યુયોર્કની ફ્લાઇટો માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમ પણ જાણવા મળી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL