અમેરિકામાં આફત યથાવત: વાવાઝોડુ હવે મેક્સિકો તરફ

October 7, 2017 at 10:33 am


મધ્ય અમેરિકાને ભંીજવીને–ઘમરોળીને ચક્રવાત નેટ હાકોટાપડકોરા કરતું મેકિસકોના યુકાટન દ્રીપકલ્પ ભણી આગળ ધપ્યું હતું. મધ્ય અમેરિકામાં વરસાદને લીધે ઓછામાં ઓછા બાવીસ જણનાં મોત નીપયાં છે. આ સાહના અંતે વાવંટોળિયો અમેરિકાના ગલ્ફ કોસ્ટ પહોંચી જશે, એવી આગાહી હવામાનશાક્રીઓએ કરી છે.
લ્યુસિઆના ખાતે અધિકારીઓએ કટોકટી જાહેર કરી છે. રવિવારે સવારે આ વંટોળિયો ત્રાટકવાની ધાસ્તી હોવાને લીધે સમુદ્રકાંઠે રહેતા લોકોને અને ટાપુવિસ્તારમાં વસનારાઓને ઘરબાર છોડીને સલામત વિસ્તારમાં જવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત અખાતના દેશોમાં પણ કેટલાક ઓઇલ પ્લેટફોર્મમાંથી ઘણી વ્યકિતઓએ ઉચાળા ભર્યા છે.
અમેરિકાના રાષ્ટ્ર્રીય ચક્રાવાત કેન્દ્રએ કહ્યું કે નેટ વાવાઝોડું હોન્ડુરાસ વિસ્તારમાંથી પસાર થતી વેળાએ ભયજનક અતિવૃષ્ટ્રી અને પૂરની પરિસ્થિતિ ઊભી કરી શકે એમ છે. ત્યાં ૧૫થી ૨૦ ઈંચ વરસાદ (૩૮થી ૫૦ સેન્ટીમીટર) વરસી શકે એમ છે.
શુક્રવારે સવાર સુધી પ્રતિ કલાક ૭૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાતો હતો. મેકિસકોના યુકાટન દ્રીપકલ્પ અને કેન્કુન વિસ્તાર સુધી પહોંચતા પૂર્વે શુક્રવારે કેરેબિયન સમુદ્રના વાયવ્ય વિસ્તારમાં ત્રાટકે એવી શકયતા છે. આ ચક્રવાત ન્યૂ ઓરલીઅન્સ નિકટના અમેરિકી ગલ્ફ કોસ્ટ પર પણ માઠી અસર પાડે એવી સંભાવના છે.

નિકારાગુઆમાં આશરે બે સાહ વરસાદ વરસ્યો હતો અને નદીઓ બને કાંઠે વહેતી હતી. ભેખડો ધસી પડવાથી અને પૂરપ્રકોપની આગાહી છે. ખરાબ હવામાનને લીધે આખો દેશ એલર્ટ પર છે. ઝંઝાવાતને કારણે ઓછામાં ઓછી ૧૫ વ્યકિતનાં મોત નીપયાં છે, એમ નીકારાગુઆના ઉપ પ્રમુખ તેમ જ મહિલાપ્રમુખ રોસારિયો મૂરીલ્લોએ જણાવ્યું હતું.
લ્યુસિનિયામાં રાયપાલ હોન બેલ એડવર્ડસે કટોકટી જાહેર કરી છે તેમ જ રાષ્ટ્ર્રીય રક્ષક વિભાગના ૧૩૦૦ સૈનિકોને ફરજ બજાવવા મોકલ્યા છે. અિ લ્યુસિયાનામાં કેટેગરી–૧ ચક્રાવાત ઘોષિત કરાયો છે.
શુક્રવારે સવારે વંટોળિયો મેકિસકોના કોઝૂમેલથી દક્ષિણ અને અિે ખૂણ અંદાજે ૨૭૫ માઈલ (૪૪૫ કીલોમીટર) હતો તેમ જ ઉત્તર ભણી આગેકૂચ કરતો હતો, એમ વેધશાળાના સૂત્રોએ જણાવ્યું હતુંં.

print

Comments

comments

VOTING POLL