અમેરિકામાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા ભવ્ય આરોગ્ય મેળાનું આયોજન

April 24, 2017 at 4:15 pm


અમેરિકાના ન્યુ જર્સીમાં જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઓગણીસ વર્ષથી ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી નામની નોન-પ્રોફિટ ઓર્ગનાઈઝેશન દ્વારા આ પ્રકારનો સેવા યજ્ઞ કરતા આવે છે. આ વર્ષે 21મી મે 2017 ના રોજ ન્યુ જર્સીના સ્વામિનારાયણ મંદિરમાં આ હેલ્થ કેમ્પ યોજાશે. મંદિરની ૩૦મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ આરોગ્ય કેમ્પનું આયોજન થયું છે, જેમાં હેલ્થ સ્ક્રિનિંગ, રોગો અંગે જાગૃતિ અને રોકથામ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.

આ બાદ બીજો આરોગ્ય મેળો ન્યુ જર્સીના શ્રી વેંકટેશ્વર મંદિર ખાતે યોજાશે. આરોગ્ય મેળો, સ્વાસ્થ્ય વીમા વગરના તમામ અગાઉ રેજિસ્ટર્ડ કરાયેલા અને 40 વર્ષથી વધુ ઉમરના લોકો માટે ખુલો રહેશે. આ આરોગ્ય સ્ક્રિનિંગમાં બ્લડ ટેસ્ટ, ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ, ડાયાબેટિક રેટિનોપથી, કાર્ડીઓલોજી અને ફિઝિકલ થેરેપી કાઉન્સેલિંગ, વિવિધ પ્રકારના કેન્સર તેમજ કાયમી રોગો માટે પણ અહીં માર્ગદર્શન આપવામાં આવશે. અહીં તબીબી ક્ષેત્રના મોટાભાગની શાખાના તબીબો, ટેક્નિશ્યન, નર્સ, મેડિકલ આસિસ્ટન્ટ, મેડિકલ સ્ટુડન્ટ, સમાજ સેવકો

આ આરોગ્ય મેળામાં ભાગ લેનાર માટે રેજીસ્ટ્રેશન ફોર્મ સંસ્થાની વેબસાઈટ www.IHCNJ.org અથવા ગુજરાત દર્પણ અને તિરંગા મેગેઝીન પરથી મેળવી શકાશે. અને તેને ભરીને 7 મી મે અને ૨૪ મે પેહલા ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી ની કચેરી પર મોકલી આપવાના રહેશે.

આ બંને મંદિરોના સહિયારા પ્રયાસથી આરોગ્ય મેળાનું આયોજન થશે. આવતા વર્ષે, ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી પોતાની 20મી વર્ષગાંઠ ઉજવશે, જે દક્ષિણ એશિયાના લોકોના હિત માટે સતત સેવારત છે.

print

Comments

comments

VOTING POLL