અમેરિકામાં ‘ઓમકારા’ના એન્જોયેબલ ચમકારા

February 23, 2017 at 5:36 pm


ન્યૂ જર્સી સ્થિત ઓમકારના ઉપક્રમે જાણીતા કવિ લેખક અને સંચાલક અંકિત ત્રિવેદીની આગવી શૈલીમાં ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’ વિશિષ્ટ કાર્યક્રમો આગામી 25મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ દરમિયાન અમેરિકાના જુદાજુદા શહેરોમાં યોજાશે.
અમેરિકાના જુદાજુદા શહેરોમાં ‘ઓમકારા’ના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય અને કવિતાનો એક અનોખો કાર્યક્રમ ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’ આગામી 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ દરમિયાન યોજાશે.

ઓમકારાના ડોકટર તુષાર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ઓમકારાએ ન્યૂ જર્સી સ્થિત એક સાંસ્કૃતિક ફોરમ છે. અમેરિકાના અગ્રણી બિઝનેસ પર્સન અને ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીત અને કલાના સંવેદનશીલ ભાવક એવા પ્નિાકિન પાઠકની આગેવાની હેઠળ 2013માં એની સ્થાપ્ના થઈ ત્યારથી ઓમકારા એની ગરવી પરંપરા અનુસાર ગુજરાતી ભાષાના ભવ્ય વારસાને ઉજાગર કરવા અને ગુજરાતની અને ભારતની બહાર છેક અહીં અમેરિકામાં કવિતા, સાહિત્ય અને સુગમ સંગીતના ઉત્કૃષ્ટ કાર્યક્રમો વર્ષોવર્ષ વિવિધ શહેરોમાં યોજે છે. ચાલુ વર્ષ પણ સમર સીઝનના પ્રારંભે એજ શૃંખલામાં એક અખોની ભાત ઉપસાવતો કાર્યક્રમ ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’ ઓમકારના ઉપક્રમે યોજાશે.

ડોકટર તુષારે વધુમાં જણાવ્યું કે ગુજરાતના ખૂબ જાણીતા કવી, લેખક, કોલમિસ્ટ, જાણીતા મંચ સંચાલક અને ગુજરાત રાજ્યના યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા ઉપરાંત આઈએનટીના શાયદા એવોર્ડ, મરીઝ એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સન્માનથી સન્માનિત અંકિત ત્રિવેદી એમની સંચાલનની આગવી લઢણમાં ગુજરાતી કવિતા અને ગુજરાતી સાહિત્યના રસદર્શનની સાથોસાથ ગુજરાતીઓની લાક્ષણિક જીવનશૈલી અને એમની વિશિષ્ટ આદતો અને આવડતો જેવી જીવનલક્ષી વાતોમાંથી નિષ્પન્ન થતી રમૂજ દ્વારા અત્યંત પ્રક્ષણિય કાર્યક્રમો રજૂ કરશે. ગુજરાતી ભાષામાં અગ્રણી યુવા કવિ અંકિત ત્રિવેદીએ એમની કવિતા ગીત અને ગઝલ ઉપરાંત જુદાજુદા વિષયો ઉપર અનેક પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે. જેમાં મુખ્યત્વે ‘ગઝલપૂર્વક’, ‘ઓફબીટ’, ‘મૈત્રી વિશ્ર્વ’, ‘પ્રભુને પત્ર’, ‘સાત ફેરા સગપણના’, ‘જીવનના હકારની કવિતા’, ‘સમય મારો સાધજે વ્હાલા’, ‘સુરોત્તમ પુષોતમ’ (વિખ્યાત સ્વરકાર પુષોત્તમ ઉપાધ્યાયનું જીવન ચરિત્ર), ‘મારું સત્ય’ (સંપાદન), ‘મિસિંગ બક્ષી’ (ચંદ્રકાંતબક્ષી ઉત્તમ લેખોનું સંપાદન), સાંભળે રે બાળપણના સંભારણા (લતા મંગેશકર જેવી વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓનાં બાળપણની સ્મૃતિના લેખોનું સંપાદન), ‘સ્વર્ણિમ ઝલક’ (સુરેશ દલાલનાં ઉત્તમ નિબંધનું સંપાદન) વગેરેનો સમાવેશ થાય છે.

ડોકટર તુષારે વધુમાં જણાવ્યું કે ઓમકારા દ્વારા અમેરિકાના જુદાજુદા શહેરો ઉપરાંત મસ્કત અને દુબાઈ ખાતે વર્ષ 2014માં ‘સમન્વય’, વર્ષ 2015માં ‘સાત સુરોના સરનામે-અવિનાશ વ્યાસ મહોત્સવ’ અને વર્ષ 2016ના આયોજિત ‘મોર બની થનગાટ કર.’ જેવાં કાર્યક્રમોને ગુજરાતી ભાષા અને સંગીતના રસિક શ્રોતાઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ઓમકારા ચાલુ વર્ષે પણ ઉનાળાના પ્રારંભે નવી મનોરંજનની સીઝનમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનો એક વિશિષ્ટ કાર્યક્રમ અમેરિકાના જૂદાજૂદા રાજ્યોમાં યોજાનાર છે. કાર્યક્રમોની માહિતી આપતા ડોકટર તુષાર પટેલે કહ્યું કે ઓમકારાના અગાઉના કાર્યક્રમોની શૃંખલામાં ઉમેરો કરીને ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’નો પ્રથમ કાર્યક્રમ 26 ફેબ્રુઆરીના રોજ હ્યુસ્ટન ખાતે યોજાશે અને ત્યારબાદ શિકાગો ખાતે માર્ચની 4 તારીખે કલીવલેન્ડ ખાતે 5મી માર્ચ, મેરીલેન્ડમાં માર્ચની 10 તારીખે કનેકટીકટ ખાતે 11મી માર્ચ અને છેલ્લો કાર્યક્રમ 12મી માર્ચ 2016ના રોજ ન્યૂ જર્સીમાં ટીવી એશિયા ઓડિટોરિયમ ખાતે યોજાશે.
આ કાર્યક્રમ વિષે વધુ માહિતી મેળવવા ડો.તુષાર પટેલનો સંપર્ક મો.84839 10499 પર કરી શકાશે.

print

Comments

comments

VOTING POLL